હારિજ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકો રોષે ભરાયા.

પાટણ જિલ્લાના હારીજ નગર પાલિકા શહેરમાં વિકાસ લક્ષી કાર્યો માં નિષ્ફળ સાબિત નીવડી છે .જેનું ઉત્તમ ઉદાહરણ માર્કેટયાર્ડ તરફ જતા માર્ગ માં ઘણા સમયથી ખૂલ્લી ભૂગર્ભ ગટરની સમસ્યા જેને લઈ ત્યાંથી પસાર થતા અનેક વાહનો ખાડામાં ખાબકતા અકસ્માતની ઘટનાઓ બનવા પામી છે. જેમાં લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે તેમજ ખુલ્લી ગટરમાં ભરાયેલા ગંદા પાણીમાં મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઇ રહી છે .તેમ છતાં લોકોની અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. વધુમાં સ્થનિકોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી ભૂગર્ભ ગટરમાં પડેલા ખુલ્લા ખાડાની આસપાસ નાના બાળકો રમતા હોઈ કોઈ ઘટના ઘટશે તો જવાબદાર કોણ???
ગત રોજ બેચરાજી તરફથી દર્શન પરત ફરી રહેલા રીક્ષા ચાલકને અકસ્માત નડ્યો હતો રીક્ષા ખુલ્લી ગટરમાં ખાબકતા અંદર બેસેલા ત્રણ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવી ઈજા ગ્રસ્તોને તાત્કાલિક સારવારથી હોસ્પિટલ ખસેડ્યા હતા. આવી અનેકવાર અકસ્માતની ઘટનાઓને લઈ સ્થાનિક લોકો રોષે ભરાઈ મુખ્ય બજારથી માર્કેટ યાર્ડ તરફ જતા મુખ્ય માર્ગ પર આડાશો મૂકી બ્લોક કરી હલ્લાબોલ સાથે ભારે રોષ વ્યકત કર્યો હતો. તેમજ જ્યાં સુધી ખુલ્લી ગટરનું સમારકામ કરવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તો બ્લોક રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી જેને પગલે પાલિકા ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવી સ્થાનિકો સાથે વાતચીત કરી બને તેટલું ઝડપી ખુલ્લી ગટરનું સમારકામ કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપી હતી. હવે જોવું રહ્યું આખરે ક્યાં સુધી નગરજનોને પાયાની સુવિધાઓની સમસ્યાઓથી છુટકારો મળશે..
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300