મહિલાઓ મા પોતાની હેલ્થ વિશે જાગૃતતા લાવવી એ આખા પરિવાર માટે લાભદાયી નીવડે છે

મહિલાઓ મા પોતાની હેલ્થ વિશે જાગૃતતા લાવવી એ આખા પરિવાર માટે લાભદાયી નીવડે છે
Spread the love

મહિલાઓ મા પોતાની હેલ્થ વિશે જાગૃતતા લાવવી એ આખા પરિવાર માટે લાભદાયી નીવડે છે

એવા હેતુ થી રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ અને રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા મહિલા દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે “ફિમેલ હેલ્થ અવરનેશ” અંતર્ગત સેમિનાર નુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યકર્મ પી.પી.માણીયા હોસ્પિટલ – સુરત અંતર્ગત ડો. ઉષા માણીયા દ્વારા સ્ત્રી રોગ જાગૃતિ તથા રોગ ના ઉપચાર વિશે ની ખુબ સરસ માહિતી આપવામાં આવી હતી.
મહિલાઓ એ માસિક ધર્મ સમયે કઈ કઈ બાબત નુ દયાન રાખવું. મહિલાઓમાં ખુબ ઝડપ થી વધતા બ્રેસ્ટ કેન્સર અટકાવતી પૂર્વે રિપોર્ટ વગેરે કરાવી સજાગ રહેવા જણાવ્યું. સ્ત્રીઓ મા થતા સરવાઇકલ કેન્સર ને અટકાવવામાં આવતા રસી વિશે ની ખુબ સરસ માહિતી ડો. ઉષા માણીયા દ્વારા આપવામાં આવી હતી.આ કાર્યક્ર્મ મા મોટી સંખ્યા મા રોટરી પરિવાર ની બહેનો એ હાજરી આપી હતી. રોટરી પરિવાર ની બહેનો દ્વારા પોતાના રોગ ને લગતા પ્રોબ્લેમ વિશે ડો. ઉષા માણીયા ને સવાલો પૂછવામાં આવ્યા. જેમના જવાબો ખુબ સરળ ભાષામાં આપવામાં આવ્યા.
આ પ્રોગ્રામ નુ સંપૂર્ણ આયોજન રોટરી ફસ્ટ લેડી ચેતના માંગુકિયા અને શિલ્પા બલર ના સંચાલન હેઠળ પ્રોજેક્ટ ચેર બ્રિજેશ ચૌહાણ અને સ્વેતલ ગામીત દ્વારા કરવામાં આવ્યુ હતું.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240313-WA0002-1.jpg IMG-20240313-WA0001-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!