શંખેશ્વર પંચાસર હાઇવે પર પિકઅપ ડાલા અને વેગનઆર કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

શંખેશ્વર પંચાસર હાઇવે પર પિકઅપ ડાલા અને વેગનઆર કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
Spread the love

પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક આવેલ શંખેશ્વર પંચાસર હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં પિકઅપ વાન અને વેગનઆર ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. એ બાદ બન્ને વાહનમાં અચાનક આગ લાગી હતી, જેથી બે લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા.

મળતી માહિતી પ્રમાણે અક્સ્માત ની ઘટનામાં વેગનઆરમાં સવાર બે વ્યક્તિ 70 ટકાથી વધુ દાઝી ગયા હતા. શંખેશ્વર નજીક શુક્રવારની વહેલી સવારે અગમ્ય કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલાં વાહનો સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બંને ગાડીમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. વેગનઆરમાં સવાર બે વ્યક્તિ અંદર જ ફસાઈ ગયા હતા, જેથી તેઓ 70 ટકાથી વધુ દાઝી ગઈ હતી. જે પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ ઘટનાને પગલે માર્ગ પરના લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી સાથે પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ હાથ ધરી હતી.બન્ને વાહનોમાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી અને આ ગમખ્વાર અકસ્માતની મળતી હકીકત મુજબ, શુક્રવારની વહેલી સવારે શંખેશ્વર-પંચાસર- દસાડા માર્ગ પરથી પસાર થતી વેગનઆર ગાડી અને પિકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એ બાદ બન્ને વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી. એને કારણે માર્ગ પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોમાં અફરાતફરી મચી હતી. આ ઘટનામાં ગાડીમાં સવાર બે લોકો આગની ઝપેટમાં આવતાં બળીને રાખ થયા હતા.

લોકોના ટોળાએ ગાડીમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.અને પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે. બંને ગાડીમાં આગ લાગતાં વેગનઆરમાં સવાર બે લોકો અંદર ફસાઈ જવાથી 70% દાઝી જવાથી તેમનાં મોત થયાં છે. બીજી તરફ, સામે પિકઅપ વાનમાં ફક્ત ડ્રાઈવર જ હતો, જે બહાર નીકળી ગયો હતો, જેથી અન્ય કોઈનું મોત થયું નથી. હાલમાં બન્ને મુતકની ઓળખ કરવાની પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ પિકઅપ વાનના ચાલકની પણ શોધખોળ હાથ ધરાઈ છે.અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240315_154846-0.jpg IMG_20240315_154903-1.jpg IMG_20240315_154942-2.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!