પાટણ રોટરી ક્લબ દ્વારા આયોજિત ઉમંગોત્સવ કાર્યક્રમમાં પત્રકારો ને સન્માનિત કર્યા

અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે રોટરી ક્લબ પાટણ ની સ્થાપનાએ પોતાની સેવા ના પચાસ વર્ષ પૂણૅ કરી એકાવન માં વષૅ માં વન પ્રવેશ કરતાં રવિવારે યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે રોટરી ક્લબ ઓફ પાટણ પરિવાર દ્વારા ઉમંગોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
રોટરી ક્લબ ઓફ પાટણ પરિવાર દ્વારા યુનિવર્સિટી
ના કન્વેન્શન હોલ ખાતે આયોજીત કરાયેલા આ ઉમંગોત્સવ કાર્યક્રમ પ્રસંગે રોટરી ક્લબની સેવા પ્રવૃત્તિને જન સમુદાય સુધી પહોંચાડવાની કામગીરી કરતા પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોને પણ રોટરી ક્લબ ઓફ પાટણ પરિવાર એ સન્માનિત કરી સેવા પ્રવૃત્તિમાં સહકાર આપવા બદલ આભાર ની લાગણી વિગત કરી હતી.
રોટરી ક્લબ પાટણ પરિવારના 50 વર્ષ પૂર્ણ કરી 51 માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે આયોજિત ઉમંગોત્સવ કાર્યક્રમમાં પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોના સન્માન પ્રસંગે કલબ પ્રમુખ જુજારસિંહ સોઢા,મંત્રી વિનોદભાઈ સુથાર સહિત રોટરી ક્લબ ઓફ પાટણ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300