પાટણ: આચાર સંહિતા સંબધિત સૂચનાઓ અંગેની બેઠક મળી

લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત થતા પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે પાટણ જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસના માલિકો સાથે ચૂંટણી આચાર સંહિતા સંબધિત સૂચનાઓ અંગેની બેઠક મળી હતી. બેઠકમાં પ્રિન્ટીંગ પ્રેસના માલિકોએ આદર્શ આચાર સંહિતા દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રિન્ટીંગ પ્રેસના માલિકો ચૂંટણીને લગતી જે પત્રિકાઓ અથવા પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામાં ન હોય એવી કોઈ પણ પત્રિકા અથવા પોસ્ટર છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહી. છપાવતા કે પ્રસિદ્ધ કરતા પહેલા વ્યક્તિએ તેના પ્રકાશકની ઓળખ વિશેના પોતે સહી કરેલા અને પોતાને અંગત રીતે ઓળખતી હોય એવી બે વ્યક્તિઓએ શાખ કરેલા એકરારની બે પ્રતો મુદ્રકને આપવી પડશે જો તે ન આપી હોય તો પત્રિકાઓ અથવા પોસ્ટરો છાપી કે છપાવી શકશે નહી. દસ્તાવેજ છપાયા બાદ મુદ્રકે દસ્તાવેજની એક નકલ સાથે એકરારની એક નકલ જો રાજ્યના પાટનગરના છાપવામાં આવ્યું હોય તો મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીને અથવા બીજા કોઈ જિલ્લામાં છાપવામાં આવ્યા હોય તો જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલવાની રહેશે. જો જોગવાઈનું ઉલ્લંઘન થાય તો છ માસ સુધીની જેલની સજા અથવા રૂ.2,000નો દંડ અથવા બંને શિક્ષા કરી શકાશે. કોઈ બાબત કે વસ્તુ જે ગેરકાયદે હોય, લાગણી દુભાવે તેવું અથવા ધર્મ, જાતિ, જ્ઞાતિ, કોમ કે ભાષાને અસર કરે તેવું વાંધા પાત્ર હોય કે વિરોધીઓના ચારિત્ર્યનું હનન કરે એવા કોઈ દસ્તાવેજ હોય તો સંબધિત વ્યક્તિ સામે જરૂરી શિક્ષાત્મક કે નિવારાત્મક પગલાં લઈ શકાય તે બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર અરવિંદ વિજયનને પ્રિન્ટીંગ પ્રેસના માલિકોને સમગ્ર ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા ભંગ ન થાય તેની કાળજી રાખવા માટે કહ્યું હતુ તેમજ મતદાન કરવા અને લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવાની વાત કરી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.પી.ઝાલા, સહિત જિલ્લાના પ્રિન્ટીંગ પ્રેસના માલિકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300