પાટણ LCB એ હારીજ ના બુટલેગર્સ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી જુનાગઢ જેલમાં મોકલ્યો

આગામી સમયમાં લોકસભા ચુંટણી-૨૦૨૪ યોજાનાર હોય જે અનુસંધાને ગેર કાયદેસર અસામાજીક પ્રવૃત્તિ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા દ્રારા કરેલ સુચના આધારે પાટણ એલસીબીએ હારીજ ના પ્રોહી બુટલેગર્સ નરસિંહજી મેઘાજી રાવતાજી ઠાકોર ઉ.વ.૨૮ રહે.હારીજ શિવવિલા સોસાયટી તા.હારીજ જી.પાટણ વાળા વિરૂધ્ધમાં તેના ગુનાઓ આધારે પાસા દરખાસ્ત તૈયાર કરી ઉપરોક્ત બુટલેગર્સ ને જીલ્લા મેજીસ્ટ્રેટ પાટણનાઓએ પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ જે આધારે પોલીસ અધિક્ષક પાટણ નાઓની સુચના આધારે મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300