રીલાયન્સના ચેરમેન અનિલ અંબાણી તેમની માતા કોકિલાબેને સાળંગપુર હનુમાનજીના દર્શન કર્યા

રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણી તેમની માતા કોકિલાબેન સાથે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન કરવા ગુજરાતના પ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે આવી પહોંચ્યા હતા.તેમણે મંદિરમાં શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી અને શ્રી કષ્ટભંજન દેવની પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા. અને દાદાને થાળ અર્પણ કર્યા બાદ દાદાને વાઘા- ધ્વજા અર્પણ કરી હતી. તેમજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના આશીર્વાદ મેળવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રીપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300