પાટણ :જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત સિંગલ વિન્ડો સિસ્ટમ રૂમની મુલાકાત લીધી

જાહેર સભા/રેલી/સરઘસ/વાહન અને લાઉડ સ્પીકર જેવી વિવિધ ચૂંટણીલક્ષી પરવાનગીઓ એક જ સ્થળેથી અને સમયસર મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ તથા તમામ મતવિસ્તાર ખાતે સિંગલ વિન્ડોઝ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. જેની જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને મુલાકાત લીધી હતી. મુલાકાત લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયને સિંગલ વિન્ડો સિસ્ટમ રૂમના નોડલ ઓફિસર સાથે વાતચીત કરીને કામગીરી વિશે તાગ મેળવ્યો હતો.
જિલ્લા કક્ષાએ સિંગલ વિન્ડોઝ સિસ્ટમ કંટ્રોલ રૂમ જનસેવા કેન્દ્ર, જિલ્લા સેવા સદન પાટણ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. જેનો સંપર્ક નં.02766 224660 છે.
16-રાધનપુર કન્ટ્રોલ રૂમ મામલતદાર કચેરી, રાધનપુર ખાતે શરૂ કરવામાં આવેલ છે. જેનો સંપર્ક નં.02746 277310 છે.
17-ચાણસ્મા કન્ટ્રોલ રૂમ મામલતદાર કચેરી. સમી ખાતે શરૂ કરવામાં આવેલ છે. જેનો સંપર્ક નં.02733 244333 છે.
18-પાટણ કન્ટ્રોલ રૂમ મામલતદાર કચેરી, પાટણ ખાતે શરૂ કરવામાં આવેલ છે. જેનો સંપર્ક નં.02766 230700 છે.
19-સિધ્ધપુર કન્ટ્રોલ રૂમ મામલતદાર કચેરી, સિધ્ધપુર ખાતે શરૂ કરવામાં આવેલ છે. જેનો સંપર્ક નં.02767 220071 છે.
ખોટી માહિતી (ફેક ન્યુઝ ) બાબતે કોઇ પણ વ્યક્તિ દ્વારા કોઇ પણ માહિતી અન્ય વ્યક્તિઓને આગળ મોકલતાં પહેલા તેની સત્યાર્થતા ચકાસવી ખુબ જરૂરી છે. રાજકીય પક્ષોને પણ વિનંતી કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જવાબદારી પુર્વકની પોસ્ટ મુકવામાં આવે. કોઇ પણ વ્યક્તિને કોઇ ફેક ન્યુઝ અંગે કોઇ પ્રશ્ન હોય તો જિલ્લા કક્ષાએ 24×7 કાર્યરત કંન્ટ્રોલરૂમ પણ જણાવી શકાશે.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300