મોડાસામાં અરવલ્લી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કાર્યશાળા

મોટી ઇસરોલ,
સંગઠન પર્વ – ૨૦૧૯ અંતર્ગત સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંગે અરવલ્લી જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચાની એક કાર્યશાળા મોડાસામાં જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશ કારોબારી સભ્ય અને બક્ષીપંચ મોરચા અરવલ્લી જિલ્લા પ્રભારી શંકરભાઇ કહારના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં અરવલ્લી જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોર, મહામંત્રી શ્રી કેતનભાઇ બ્રહ્મભટ્ટ, મોરચા ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઇ ભોઇ, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી હીરાજી ડામોર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત સભ્ય નોધણી કરી મોરચાનું વિસ્તૃતિકરણ અને , સમગ્ર બક્ષીપંચ સમાજ તથા ખાસ નાના સમાજના આગેવાનો કાયૅકતાઓનો સંપકૅ કરી તેઓને જોડવા અંગે માગૅદશૅન આપવામાં આવ્યું હતું.