અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉમંગે ઉજવાશે

મોટી ઇસરોલ,
અરવલ્લી જિલ્લામાં મંગળવારે અષાઢી પૂનમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે ઉમંગ ઉલ્લાસ વચ્ચે ઠેર ઠેર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉમંગે ઉજવાશે અને તે માટેની તમામ તૈયારીઓ આખરી ઓપ અપાઈ ગયો છે.
Il ગુરુબિન ભવનિધિ તરહી ન કોય..
ચાહે બિરંચી શંકર સમ હોય…!!
ગુ એટલે અંધકાર અને રું એટલે પ્રકાશ…અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર સદગુરુનો આધ્યાત્મિક દષ્ટિએ જીવનમાં મોટો મહિમા છે. છેક ભગવાન કૃષ્ણ અને શ્રી રામ જેવા અવતારી દેવો..ભગવંતોના સમયમાં પણ ભગવાને પૃથ્વી ઉપર અવતરી ગુરુદ્વારાઓમાં જઈ ગુરુ પાસેથી આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું હતું જે ઉજ્જવળ પરંપરા થકી ચાલી આવતી ગુરુ મહિમાને ઉજાગર કરતી ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે.
અરવલ્લી જિલ્લામાં પણ મોડાસા દેવરાજ ખાતે પૂ. ધનગીરી બાપુના સાન્નિધ્યે ઉપરાંત તમામ તાલુકાઓમાં પણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ભારે ઉમંગભેર ઉજવાશે. મોડાસામાં અને તાલુકામાં પ્રસિદ્ધ કૃષ્ણાશ્રમ ખાતે આત્રેયભાઈના સાન્નિધ્યે, સરડોઈમાં પૂ.ભક્તિરામ બાવજીના ગાયત્રી આશ્રમે પૂ પદયુમન બાવજીને સાન્નિધ્યે, ઇસરોલમાં રામદેવ ઉપાસક પૂ.હીરાદાદાના સાન્નિધ્યેમેઢાસણ પાસે પૂ.મોહનરામ બાપુના તારાપુર આશ્રમે પૂ. લક્ષ્મણબાપુના સાન્નિધ્યે,મોડાસાના શિણાવાડ માં સંતશ્રી પુરુષોત્તમ આશ્રમે, મોટી, સુનોખ કંપા નજીક વક્તાપુરમાં સંત લાલજી મહારાજના અશ્રમે,ખોડંબા પાસે વૈજનાથ મંદિરે પૂ. વાસુદેવજી મહારાજની સાન્નિધ્યે સહિત અનેક સ્થળોએ ગુરુપૂર્ણિમા ઉજવાશે.