પ. પૂ. સ્વામીશ્રી સત્યમિત્રાનંદગીરીજીની પુણ્ય સ્મૃતિમાં કડી ખાતે ભાવાંજલિ

કડી ખાતે બ્રહ્મલીન થયેલ પરમ આદરણીય મહામંડલેશ્વર,પદ્મભૂષણ અને નિવૃત્ત જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સત્યમિત્રાનંદગીરીજી ની ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન થયું કડીના આદર્શ શાળા પરિવાર,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ,ભારતીય જનતા પાર્ટી, લાયન્સ ક્લબ ઓફ કડી,સોમેશ્વર આશ્રમ વગેરે સંસ્થાઓ દ્વારા દિવ્ય મહાત્માને ભાવાંજલિ આપવામાં આવી . આ કાર્યક્રમમાં શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય અધ્યાત્માનંદજી, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને અનેક સંતો મહંતોની ઉપસ્થિતી રહી હતી સ્વામીજી રાષ્ટ્ર સેવા અને માનવ સેવાના પ્રખર હિમાયતી હતા તેઓ છેવાડાના માણસની સેવા અને જરૂરિયાતમંદ વ્યક્તિને સહાય કરવા સદાય તત્પર રહેતા તેમની પુણ્ય સ્મૃતિમાં આંગણવાડીમાં બિસ્કીટ વિતરણ,આદિવાસી વિસ્તારમાં એક શો નંગ અનાજ કિટ અને જેને ઘરને ઢાંકવા છાપરું ન હોય તેમને તાડપત્રી આપવામાં આવી સાથે સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરી ૯૫ બોટલ રક્ત માનવ સેવાના પ્રતિરૂપ આપવામાં આવ્યું. આ ભાવાંજલિ સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી જ્ઞાનાનંદ સ્વામી,સમન્વય પરિવાર ટ્રસ્ટ વતી રસિકભાઇ ખમાર,કડીના સેવાભાવી લોકોમાં બંસીભાઇ ખમાર, કેશુભાઇ પટેલ, જગદીશભાઇ પટેલ,દિલીપભાઇ પટેલ વિનોદભાઇ પટેલ,જગદીશભાઈ બી પટેલ,હિમાંશુભાઇ ખમાર, ડો. વિષ્ણુભાઇ પ્રજાપતિ,શૈલેષભાઈ પટેલ, કડી નગરપાલિકા પ્રમુખ શારદાબેન પટેલ, ઉપપ્રમુખ નિલેશ નાયક,વિશ્વ હિન્દુ પરિષદ માંથી ભૂપેન્દ્રભાઇ પટેલ,દિનેશભાઇ પટેલ તથા કડીની દરેક સંસ્થાઓના હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં અનેક સેવાભાવી લોકોએ હાજરી આપી હતી.