પ્રવિણ રામ દ્વારા વૃક્ષારોપણ અભિયાન

પ્રવીણભાઈ રામ દ્વારા અત્યાર સુધી એવા જ આંદોલનો કરવામાં આવ્યા છે કે જેમના કારણે દેશને,રાજ્યને ,સોસાયટીને ફાયદો થાય. કર્મચારી, ખેડૂતો,બેરોજગાર યુવાનો, કોન્ટ્રાક્ટરો, અને પીડિત લોકો માટે પ્રવીણભાઈ રામે અનેક આંદોલનો કરી અને જનતાને સફળતાઓ અપાવી છે તેમજ બીજા ઘણા આંદોલનકારીઓ આપણે જોયા છે જે ચૂંટણી સુધી જ પ્રજાના હિતની વાત કરતા હોય છે અને ચૂંટણી બાદ લોકોના હિતની વાત ભૂલી જતા હોય છે પણ આ આંદોલનકારી ચુંટણી પહેલા કે પછી સતત પ્રજાના હિત માટે લડતા જોયા છે, 2017 ની ચૂંટણી પછી રાજુલા કોન્ટ્રાક્ટરો માટે લડતા જોવા મળ્યા છે અને 2019 ની ચૂંટણી પછી લોકોના હિત માટે 11,111 વૃક્ષો વાવવાના અભિયાન સાથે જોવા મળ્યા છે ત્યારે આંદોલનકારી પ્રવિણભાઇ રામના આ વૃક્ષારોપણ અભિયાનને ગુજરાતમાંથી અભૂતપૂર્વ સમર્થન મળતા 8200 જેટલા વૃક્ષોનું તો ગુજરાત લેવલે વૃક્ષારોપણ થઈ ચૂક્યું છે ત્યારે આ અભિયાનથી પ્રભાવિત થઈ કાળુભાઇ વાઘે પોતાના ભત્રીજા નરેન્દ્ર વાઘ ના જન્મ દિવસે 555 જેટલા વૃક્ષોનું વાવેતર કરી આ અભિયાનને સમર્થન આપ્યું છે આમ સમગ્ર ગુજરાતમાંથી સ્વયંભૂ પ્રવિણભાઈ રામને સારો પ્રતિસાદ મળતા વૃક્ષારોપણ અભિયાન સફળતા તરફ છે ત્યારે હવે આવનારા સમયમાં 1,11,111 સભ્ય બનાવવાના સંકલ્પ સાથે સભ્ય નોંધણી ઝુંબેશની ઓફલાઇન અને ઓનલાઈન પધ્ધતિથી શરૂવાત થશે અને આ બને અભિયાનમાં સક્રિય રહેનાર વ્યક્તિઓને જન અધિકાર મંચમાં હોદા સાથે સામેલ કરવામાં આવશે એવું પ્રવીણભાઈ રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું.