મોડાસા હજીરા ત્રણ રસ્તા પર એસટી બસ પાછળ રીક્ષા ઘુસી

મોડાસા હજીરા ત્રણ રસ્તા પર એસટી બસ પાછળ રીક્ષા ઘુસી
Spread the love

મહેન્દ્રપ્રસાદ દ્વારા,

અરવલ્લી જીલ્લામાં ખાનગી વાહન ચાલકો મુસાફરોને ઠસો ઠસ ભરી રૂપિયા કમાવવાની લાલચ માં બેફામ વાહનો હંકારી અકસ્માત સર્જી મુસાફરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે મોતની મુસાફરી કરાવતા ખાનગી વાહનચાલકો વધુ નાણાં કમાવવા દરરોજ વધુ ટ્રીપ મારવાની લાહ્યમાં પુરઝડપે વાહન હંકારતા હોવાછતાં આરટીઓ અને ટ્રાફિક તંત્ર ધૂતારાષ્ટ્ર નીતિના પગલે ટ્રાફિકના નિયમોનો સરેઆમ ઉલાળિયો થઇ રહ્યો છે મોડાસા હજીરા વિસ્તારમાં એસટી બસ પાછળ છકડો રીક્ષા ઘુસી જતા રિક્ષામાં સવાર ત્રણ વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થતા ભારે અફડાતફડી મચી હતી.

સોમવારે, મોડાસા હજીરા ત્રણ રસ્તા પર વળાંકમાં હિંમતનગર થી ઢેકવા જતી એસટી બસ ઉભી હતી પાછળથી પુરઝડપે હંકારી રિક્ષાના ચાલકે બસ સાથે ભટકાવી દેતા રિક્ષામાં બેઠેલી ત્રણ વિદ્યાર્થીનીઓના શરીરે ઈજાઓ પહોંચતા આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ ત્રણે વિદ્યાર્થીનીઓને અન્ય ખાનગી વાહન મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડી હતી સદનસીબે જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતા પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Admin

Admin

9909969099
Right Click Disabled!