ધી ઓમ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો.ઓપ.સોસાયટી કડીની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા

માલગુરુ માહરાજ મંદિર , અલદેસણ – જાસલપુર રોડ કડી ખાતે ધી ઓમ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર્સ કો ઓપ.સોસાયટીની છઠ્ઠી વાર્ષિક સાધારણ સભા પ્રમુખશ્રી અસલમભાઈ કુરેશી,મુખ્ય અતિથિ કપિલભાઈ ત્રિવેદી, અધ્યક્ષ શ્રી હીમાંશુભાઈ ખમાર,અતિથિ વિશેષશ્રી રાજુભાઇ ગજ્જર(વકીલ) વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયી ગયી.માલગુરુ મહરાજના દીપ પ્રાગટય તથા પ્રાર્થના બાદ શ્રીમતી અલોનીબેન પટેલ દ્વારા ગત વાર્ષિક હિસાબોનું વાંચન થયું.સૌ સભાસદો દ્વારા તેને અનુમોદન આપવામાં આવ્યું.છેલ્લા છ વર્ષથી ખૂબ સુંદર રીતે ચાલતી 1778 સભાસદો ધરાવતી આ ક્રેડિટ સોસાયટીએ કડી માં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે.