ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા ઇનામ વિતરણ

ભરૂચ સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ દ્વારા સમાજના ધોરણ ૧ થી ૧૨ માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને તથા નર્સરી,શિશુ ૧-૨ ના વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાનું સન્માન કરવામાં આવ્યું તે બદલ જ્ઞાતિ ના પ્રમુખશ્રી તથા સમાજ ના અગ્રણીઓ નો ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા એ આભાર વ્યક્ત કર્યો તથા જ્ઞાતિના વિદ્યાર્થીઓ ભણી-ગણીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભ કામનાઓ આપી હતી.