રોયલ સનાતન ગ્રુપ અંકલેશ્વર દ્વારા વસ્ત્ર વિતરણ

રોયલ સનાતન ગ્રુપ અંકલેશ્વર દ્વારા સનાતન વસ્ત્ર વિતરણ યોજના અંતર્ગત અંકલેશ્વરના ગોપાલ નગર, વાલિયા ચોકડી, પ્રતિન ચોકડી અને અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ના તમામ વિસ્તારોમાં જરુરતમંદોને વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો અને મહિલાઓ સાથે પુરૂષો ને જરૂરત મૂજબ વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યું જેથી અવનાર ઠંડના દિવસોમા તે લોકો ને સુવિધા થાય સનાતન ગ્રુપ ના એસ કે મિશ્રાએ જણાયું કે આવનાર સમયમાં સનાતન ગ્રુપ સ્વસ્થ, શિક્ષા અને પર્યાવરણ સાથે જરૂરત મંદો માટે કામ કરસે. આ ઉપરાંત શ્રી સનાતન સેવા સમિતિ અને શ્રી સનાતન મહિલા સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.