સુબિર તાલુકાના પાદલખડી ગામમાં વીજળીના સૉર્ટ સર્કિટથી આગ

વનરાજ પવાર, ડાંગ
સુબિર તાલુકાના પાદલખડી ગામમાં અચાનક ઘરમાં આગ લાગી હતી જેમાં ઘરની તમામ ઘરવખરીની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.ગામમાં બનેલી ઘટના અંગે વહીવટીને કરી હતી તેમ જાણવા મળેલ છે. લવચાલી નજીક આવેલ પાદલખડી ગામના સુમનભાઈ દામુભાઇ રાઉતના ઘરમાં લાગેલ આગની ઘટનામાં ઘરમાં ભરેલ અનાજ તેમજ ઇમારતી લાકડા સહિત બળીને ખાખ થઈ જવા પામ્યું હતું જ્યારે ઘર ના સભ્યોએ ખેતી કામ કરતા હોઈ ખેતરમાં ગયા હતા પાછળ થી આ બનાવ બનતા ઘર વખરી બળી ને ખાખ થતાં ઘર માલિક ની હાલત કફોડી બની જોકે ઘરમાં કોઈ સભ્ય ન હોવાથી માનવ જાનહાની ટળી હતી.