ટીંટોઈ-અમદાવાદ વાયા મેઢાસણ એસટી બસના સમયમાં ફેરફાર કરવા માંગ

મહેન્દ્રપ્રસાદ દ્વારા, અરવલ્લી
અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં એસટી બસની પૂરતી સુવિધા ન હોવાથી બાળકોએ ખાનગી વાહનો મારફતે ઉપડાઉન કરી અભ્યાસ કરવા મજબુર બનવું પડતું હોય છે કેટલાક બાળકો પરિવહનની સુવિધાના અભાવે અભ્યાસ અધૂરો છોડી દેતા હોય છે મોડાસા એસટી ડેપોની ટીંટોઈ-અમદાવાદ વાયા મેઢાસણ એસટી બસના સાંજના સમયમાં ફેરફાર કરવામાં આવેની માંગ મેઢાસણ હાઈસ્કૂલના આચાર્યએ મોડાસા ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી હતી.
મેઢાસણ હાઈસ્કૂલના આચાર્યેએ શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે મોડાસા એસટી ડેપો સંચાલિત ટીંટોઈ-અમદાવાદ એસટી બસ સાંજના મેઢાસણ ગામમાં ૪:૪૫ વાગે પહોંચે છે જેના સમયમાં ફેરફાર કરી સાંજના ૫:૧૦ પછી કરવામાં આવે તો હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા મડાસણા,કાબોલા,વાંટડા, ખુમાપુર, લીંભોઇ, ઈટાડી થી અભ્યાસ કરતા બાળકોને બસની સુવિધાનો લાભ મળે જેથી ટીંટોઈ-અમદાવાદ બસના સમયમાં ફેરફાર કરવા લેખિત રજુઆત કરી હતી અન્ય કોઈ એસટી બસનો વિકલ્પ ન હોવાથી વિદ્યાર્થીઓ ઘરે પહોંચતા મોડું થઇ જતું હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પ્રજાજનો માટે એસટી બસના પ્રશ્નો સામે લડત ચલાવતા જયેશ કામરેજના જણાવ્યા અનુસાર ટીંટોઈ-અમદાવાદ એસટી બસ મેઢાસણ ગામે સાંજના ૪:૪૫ ની આસપાસ પહોંચતી હોવાથી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ બસ સમયસર પકડવા માટે એક તાસ ગુમાવવો પડતો હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડતી હોવાથી બસના સમયમાં ફેરફાર કરવો જરૂરી છે.