બાયડ – કારમાંથી ઓઈલ ટપકતું હોવાનું જણાવી ૨.૫ લાખ રૂપિયા લઈ રફુચક્કર

મહેન્દ્રપ્રસાદ દ્વારા અરવલ્લી
બાયડ-ધનસુરા રોડ પર આવેલા અલ્વા ગામ નજીક આવેલા ટોલપ્લાઝાના પર ફરજ બજાવતો કર્મચારી ટોલપ્લાઝાની કાર લઈ ડ્રાઈવર સાથે ૨.૫૦ લાખ રૂપિયાના છુટ્ટા રૂપિયા લેવા બાયડ બેન્ક ઓફ બરોડામાં ગયા હતા છુટ્ટા લેતા સમયે એક શખ્શ બંને કર્મચારીઓની રેકી કરતો હોય તેમ આંટાફેરા મારતો હતો બંને કર્મચારીઓ છુટ્ટા રૂપિયા થેલામાં મૂકી કારના પાછળના ભાગમાં થેલો રાખી અલ્વા ટોલપ્લાઝા પરત જવા રવાના થતા પેટ્રોલપંપ નજીક એક શખ્શે કારમાંથી ઓઈલ ટપકતું હોવાનું જણાવતા ડ્રાઈવર અને કર્મચારી નીચે ઉતારતા ગઠિયો તકનો લાભ લઈ ૨.૫૦ લાખ ભરેલ રૂપિયાનો થેલો લઈ રફુચક્કર થતા બંને કર્મચારીઓ હાંફાળા ફાંફાળા બની ગયા હતા. લૂંટનો ભોગ બનેલ કર્મચારીએ બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બાયડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
બાયડના વાત્રક નજીક આવેલ અલ્વા ટોલપ્લાઝા પર ફરજબજાવતો કર્મચારી મહેશ લક્ષમણ ભાઈ સોલંકી ને ટોલપ્લાઝા પર વાહનચાલકોને છુટ્ટા રૂપિયા આપવા પડતા હોવાથી છુટ્ટા રૂપિયાની જરૂરિયાત પડતા ટોલપ્લાઝાના એકાઉન્ટન્ટ પાસેથી ૨.૫૦ લાખ રૂપિયા લઈ કંપનીની નિશાન માઈક્રા કારમાં કંપનીના ડ્રાઈવર ગોવર્ધનભાઈ જીભાજી ખાંટ (રહે,આંબાગામ) સાથે બાયડ બેંક ઓફ બરોડામાં પહોંચી બેંકના કર્મચારી પાસેથી ૨.૫૦ લાખના ૨૦,૫૦,૧૦૦,૫૦૦ ની નોટના બંડલ લઈ કપડાંની થેલામાં મૂકી કારના પાછળના ભાગે રૂપિયા ભરેલ થેલો રાખી પરત અલ્વા ફરતા બાયડના બિહારી પેટ્રોલપંપ નજીકથી પસાર થતા હતા ત્યારે પેટ્રોલપંપ નજીક એક શખ્શે કારમાંથી ઓઈલ ટપકતું હોવાનું જણાવતા ડ્રાઈવર અને કર્મચારી નીચે ઉતારતા ગઠિયો તકનો લાભ લઈ ૨.૫૦ લાખ ભરેલ રૂપિયાનો થેલો લઈ રફુચક્કર થઈ ગયો હતો.
ગઠિયાની આબાદ ચાલમાં સપડાયેલા બંને કર્મચારીઓ કાર પર ઓઈલ ઢોળાયેલું જણાતા ચોઈલા રોડ પર આવેલા ગેરેજમાં પહોંચ્યા હતા ગેરેજ માલિકે કાર બરાબર હોવાનું જણાવતા ત્યાંથી મીઠાઈ લેવા પહોંચતા ડ્રાઈવરને પાછળ સીટમાં ૨.૫૦ લાખ ભરેલ થેલો જોવા ન મળતા કર્મચારીનું ધ્યાન દોરાતા બંને કર્મચારીઓના હોશ ઉડી ગયા હતા અને આબાદ છેતરાયા હોવાની લાગણી અનુભવી હતી. લૂંટનો ભોગ બનેલ અલ્વા ટોલપ્લાઝાના બંને કર્મચારીઓ બાયડ પોલીસ સ્ટેશનમાં પહોંચી કેફિયત જણાવી હતી બાયડ પોલીસે મહેશભાઈ લક્ષમણ ભાઈ સોલંકી (હાલ,રહે અલ્વા ટોલપ્લાઝા, મૂળ રહે,કોયલાણા જૂનાગઢ) ની ફરિયાદના આધારે અજાણ્યા શખ્શ વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા