પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અઘ્યક્ષતામાં સુશાસન દિન યોજાયો..

પાટણ  જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અઘ્યક્ષતામાં સુશાસન દિન યોજાયો..
Spread the love

પાટણ : જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અઘ્યક્ષતામાં સુશાસન દિન યોજાયો..

તા.૨૫ ડિસેમ્બર-સુશાસન દિન-સહિયારા પ્રયાસથી વધુ સુદ્રઢ સેવાઓનો સંકલ્પ…

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇજીના જન્મદિન તા.૨૫ ડિસેમ્બરને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે. સહિયારા પ્રયાસથી વધુ સુદ્રઢ સેવાઓનો સંકલ્પ સાકાર કરવા તાલીમ અને વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની રાજય સરકારની નેમ છે.નાગરિકોને કેન્દ્રમાં રાખી વધુ સારી સેવાઓ અને માળખાકિય સુવિધાઓમાં ઉમેરો થાય તે મંત્ર સાથે કાર્યરત રાજય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોની શરુઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિડિયોના માધ્યમથી રાજયભરના જિલ્લાઓ જોડાયા હતા. જેમાં પાટણ જિલ્લો, જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં સુશાસન દિનમાં સહભાગી બન્યો હતો.

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ૬૦૦ થી વધુ વિવિધ સરકારી યોજનાઓની વિગતો આપતા મારી યોજના પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. રાજય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટલક્ષી અભિગમને સાકાર કરતા અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સુશાસન પરની ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેકટર અરવિંદ વિજય, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી, નિવાસી અધિક કલેકટર એચ.જે.પ્રજાપતિ ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!