વાહન હંકારવામાં બેદરકારી બદલ મહેસાણા ST વિભાગના 9 ડ્રાઇવરોના લાયસન્સ રદ કરાયા

વાહન હંકારવામાં બેદરકારી બદલ મહેસાણા ST વિભાગના 9 ડ્રાઇવરોના લાયસન્સ રદ કરાયા
Spread the love

અપૂર્વ રાવળ, મહેસાણા

મહેસાણા st ડિવિજન ખાતે ફરજ બજાવતા 9 જેટલા બસ ડ્રાઇવરોના RTO દ્વારા લાયસનસ આજીવન રદ કરી દેવામાં આવ્યા છે જે કિસ્સો જોતા હવે બેદરકારી દાખવનાર રાજ્યના સરકારી ST બસ ડ્રાઇવરો સામે પણ કડક પગલાં લેવાઈ શકે છે જેને જોતા હવે સ્પષ્ટ થઈ રહ્યું છે કે કાયદો બધાની માટે સરખો જ હોય છે ત્યારે રાજ્યમાં લાંબા સમય બાદ મહેસાણા RTO એ આ હકારાત્મક કાર્યવાહી કરતા મહેસાણા ST બસ ડિવિઝનના પંડ્યા અલ્પેશકુમાર કનુભાઇ બેઝ નંબર ૯૨૧-૪૯૫ હારીજ ડેપો, ઝાલા સુરજસિંહ ચંન્દ્રસિંહ બેજ નંબર ૧૨૧૪ કડી ડેપો, ઠાકોર જયંતિજી કુવરજી બેજ નંબર ૨૭૮૫ વડનગર ડેપો, લક્ષ્મણજી જે રાજપૂત બેઝનંબર ૩૫૪૯૦ પાટણ ડેપો, ચૌધરી જોઇતારામ કેશાભાઇ બેજ નંબર ૩૯૦૮૬ મહેસાણા ડેપો, દેસાઇ કરશનભાઇ રામાભાઇ બેઝ નંબર ૪૦૯૧૮ બેચરાજી ડેપો, ચૌધરી હરેશભાઇ ઓસરાજભાઇ  બેજ નંબર ૦૭૧૩ વડનગર ડેપો, ઠાકોર અણદાજી બાલાજી બેજ નંબર ૪૧૫ વિસનગર ડેપો, ચૌધરી દલસંગભાઇ મેલાભાઇ બેજ નંબર ૩૭૩૯૮ મળી કુલ 9 બસ ડ્રાઇવરોનવા અકસ્માત જેવા ગંભીર કિસ્સામાં બેદકારી ભર્યા ડ્રાંઇવિંગ બદલ લાયસન્સ આજીવન રદ કર્યા છે હાલમાં મહેસાણા RTO દ્વારા અગાઉના 3 સામાન્ય લોકો અને 9 ST બસ ડ્રાઇવરો સહિત કુલ 11 ના લાઇસન્સ રદ કરાયા હોવાની માહિતી સામે આવી જે પૈકી બે વ્યક્તિઓએ RTOની કાર્યવાહી સામે કોર્ટમાં અપીલ કરી લાયસન્સ પરત મેળવવા કારણદર્શી માંગ કરતા એક વ્યક્તિને લાયસન્સ પરત આપવામાં આવ્યું છે આમ મહેસાણા બાદ ભુજ RTO દ્વારા પણ મહેસાણાના અન્ય એક ST બસ ડ્રાઇવરનું લાયસન્સ અકસ્માતની ઘટનાને પગલે રદ કરવામાં આવ્યું છે

Admin

Admin

9909969099
Right Click Disabled!