ધોનીનું માન જાળવવા ટેસ્ટમાં ‘૭’ નંબરની જર્સી કદાચ કોઈ નહીં પહેરેઃ બીસીસીઆઈ

ધોનીનું માન જાળવવા ટેસ્ટમાં ‘૭’ નંબરની જર્સી કદાચ કોઈ નહીં પહેરેઃ બીસીસીઆઈ
Spread the love

ન્યુ દિલ્હી,
૧ ઓગસ્ટ ૨૦૨૧ સુધી રમનાર બધી ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેÂમ્પયનશીપનો ભાગ રહેશે. ભારતની પહેલી મેચ ૨૨ ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાશે. આ ચેમ્પિયનશીપમાં પહેલી વાર ખેલાડીઓ નામ અને નંબરવાળી જર્સી પહેરીને રમશે. ભારતીય ટીમમાં જર્સી પર ૨ નંબરનો ઉપયોગ થશે નહીં તેવી સંભાવના વધારે છે. એક છે સચિન તેંડુલકરની ૧૦ નંબરની જર્સી અને બીજી છે એમએસ ધોનીની ૭ નંબરની જર્સી. બીસીસીઆઈ અનુસાર, આ બંને નંબરનો ઉપયોગ થાય તેવી સંભાવના બહુ ઓછી છે. સચિને નિવૃત્તિ લીધા પછી શાર્દુલ ઠાકુરે એક વનડેમાં ૧૦ નંબરની જર્સી પહેરી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઇ હતી. તે પછી બીસીસીઆઈને વનડે અને ટી-૨૦માં ૧૦ નંબરની જર્સીને રિટાયર કરી હતી. જાકે ટેસ્ટ મેચ માટે ત્યારે નિર્ણય લેવામાં આવ્યો ન હતો. સચિનના સમ્માનમાં કોઈ પણ ભારતીય ખેલાડી ૧૦ નંબરની જર્સી પહેરતું નથી. આ જ વસ્તુ ધોનીની ૭ નંબરની જર્સી સાથે પણ થઇ શકે છે. પૂર્વ ભારતીય કપ્તાને ૨૦૧૪માં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ટેસ્ટમાં ભારતીય ટીમ વનડે જર્સી નંબરનો જ ઉપયોગ કરશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!