વિરમગામની ડીસીએમ કોલેજમાં કારગીલ વિજયની ઉજવણી

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
વિરમગામની દેસાઈ સી એમ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એનસીસી દ્ઘારા ૨૬ મી જુલાઈ એ કારગીલ વિજય ની ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજ ના પ્રિ.જે.એમ .પટેલ અને એનસીસી યુનિટીના કપ્ટન આર.ડી ચૌધરી તથા કોલેજ ના તમામ પ્રોફેસર અને કોલેજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આર.ડી.ચૌધરી કારગીલ વિજય દિવસની માહીતી આપી હતી અને એક કારગીલ યુધ્ધ ની ટેલી ફિલ્મસ બતાવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કારગીલ યુધ્ધ મા ૫૨૭ જવાનો શહિદ થયા હતા એમા થી ગુજરાત ના ૧૨ જવાન પણ શહિદ થયેલ અને આ કારગીલ યુધ્ધમા ભારતનો વિજય થયો હતો.