વિરમગામ તાલુકાના જખવાડા ખાતે સ્તન કેન્સર તપાસણી કેમ્પ

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
વિરમગામ તાલુકાના જખવાડા ગામની મહિલાઓ માટે સ્તન કેન્સર તપાસણી કેમ્પ યોજાયો હતો અને સ્થળ પર જ નિદાન કરવામાં આવ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ શિબિર ગ્રામશ્રી ટ્રસ્ટના (લવ ઈન્ડિયા ફેલોશિપ) દ્વારા હાથ ધરવામાં આવી હતી. હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ટ્રસ્ટના શાસન હેઠળ મોબાઇલ વાનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શિબિર સફળતાપૂર્વક ચલાવવામાં આવી હતી.જેમાં લવ ઈન્ડિયા ફેલોશિપ નાં હેડ જોત્શનાબેન , લવ ઈન્ડિયા ફેલો જનક સાધુ , રાજેશભાઈ , જયદીપભાઈ તેમજ જખવાડા ગામ નાં યુવા સરપંચ મનોજભાઈ સહીતના લોકોએ કેમ્પમાં સેવા આપી મહિલાઓને જાગૃત કર્યા હતા.