મોડાસાના નવા બુથને ભાજપની 100 ટકા સદસ્યતાવાળું બનાવવાની નેમ સાથે નોધણી પુરજોશમાં.!!!

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લામાં ગઈ તા..21મી જુલાઈથી શરૂ થયેલ ભાજપના સદસ્યતા અભિયાન દરમિયાન જિલ્લાના તમામ શક્તિકેન્દ્રોમાં વિસ્તારકો દ્વારા ઓનલાઈન સભ્ય નોધણી કાર્ય ચાલી રહ્યું છે જેમાં મોડાસાના નવા(દાવલી)ગામના નવા ગામનું બુથ ભાજપનું 100 ટકા સદસ્યતાવાળું બુથ બનવવાની નેમ સાથે આ બુથમાં સભ્ય નોધણી થઈ રહી છે. 320 મતદારો ધરાવતા આ બુથમાં શનિવારે પ્રદેશ મંત્રી અને જિલ્લા પ્રભારી હર્ષદગિરી ગોસ્વામી અને જિલ્લા મહામંત્રી શામળભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ઓનલાઇન સદસ્યતા નોધણી કરવામાં આવી હતી અને બુઝર્ગો,યુવાનો,મહિલાઓ સહિતના નાગરિકો અને મતદારોએ સભ્ય તરીકે નોંધાવા જે ઉત્સાહ દાખવ્યો હતો જે જોતા 100 ટકા સદસ્યતા પુરી કરવાની અમારી નેમ છે તેમ સરપંચ જયેશભાઇ પટેલે જણાવ્યું હતું. આ અભિયાન દરમિયાન શનિવારે સાબરડેરી ડિરેક્ટર ભીખુસિંહ પરમાર,તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઈ પટેલ,મહામંત્રી અંકિતભાઈ પટેલ,જયેશભાઇ રબારી,તાલુકા સદસ્ય અભિયાન ઇન્ચાર્જ જિતેન્દ્રભાઈ પટેલ,અનુ.મોરચા પ્રમુખ દિનેશભાઇ પરમાર,જિ.પં. સદસ્યા કમળાબેન પરમાર, દાવલી પંચાયત સરપંચ જયેશભાઇ પટેલ(નવા)વગેરે જોડાયા હતા. આ અભિયાન દરમિયાન નિવૃત તલાટી કમ મંત્રી ડી.કે.ભરવાડ ઓનલાઈન ભાજપનું સભ્યપદ ગ્રહણ કરીને ભાજપમાં જોડાયા હતા.તેમનેઉપસ્થિત મહાનુભાવોએ ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા.