રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેના હસ્તે રોપ વિતરણ કાર્યક્રમ

ભાવનગર,
માનનીય રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા ભાવનગરના શિવાજી સર્કલ ખાતે જાહેર જનતામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતી લાવવાં રોપ વિતરણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.માર્ગ પરથી પસાર થતાં અંદાજે 200 થી 250 શહેરીજનો ને મંત્રીશ્રીએ સ્વહસ્તે છોડ એનાયત કર્યા હતા. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રોપ વિતરણ કરતાં પર્યાવરણ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.જેના દ્વારા શહેરમાં આશરે 3,000 રોપનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મંત્રીશ્રી દ્વારા શહેરીજનોને પોતાના ફળીયામાં,બગીચામાં તેમજ ખુલ્લી જગ્યામાં વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરાઇ હતી.તેમજ વૃક્ષો કઈ રીતે પર્યાવરણ માટે ફાયદાકારક અને પર્યાવરણના સાચા મિત્રો છે તેની ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી.