મોડાસા જીઆઈડીસીમાં ભીષણ આગમાં બિસ્કિટની ફેકટરી બળીને ખાખ : ૫૦ કરોડનું નુકસાન

મોડાસાની જી .આઈ. ડી.સી માં આવેલ બેકવેલ બિસ્કિટમાં રાત્રીના સુમારે એકાએક ભયાનક આગ લાગી હતી જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ બેકવેલ બિસ્કિટ ની આખી ફેક્ટરી આગ ની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી આ બેકવેલ બિસ્કિટ એ અરવલ્લી જિલ્લા માં આવેલી મોટા માં મોટી ફેકટરી છે આ ફેકટરી માં થી બિસ્કિટ બનાવી ને વિદેશ માં એક્સપર્ટ કરવામાં આવતા હતા આગ નો કોલ મળતા જ મોડાસા ફાયર ફાઈટર ના 3 ફાઈટરો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જ્યારે આગ ની તીવ્રતા જોઈ ને ઝોન મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં હિંમતનગર ,ઇડર,બાયડ ના ફાયર ફાઈટરો ની પણ મદદ લેવામાં આવી હતી બીજી બાજુ આગ માં આ ફેકટરી માં એક અંદાજ પ્રમાણે 100 કરોડ થી વધુ ના નુકશાન નો અંદાજો લગાવાઇ રહ્યો છે મોડાસા નગર પાલિકા પાસેના ફાયર ફાઈટરો વર્ષો જુના હોવાને કારણે એક ફાયર ફાઈટર ખરા સમયે જ ખોટકાયું હતું ત્યારે આટલા મોટા જીલ્લામાં માત્ર મોડાસા નગર પાલિકા પાસે ગણતરીના વર્ષો જુના બે ફાયર ફાઈટરો છે ત્યારે સમયની સાથે આ ફાયર ફાઈટર અપડેટ કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું હતું ત્રણ કલાકની જહેમત બાદ પણ મોડી રાત સુધી આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો સદનસીબે આગમાં કોઈ જાન હાની થઇ નથી પરંતુ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આગ ને કાબુમાં લેવાનો પ્રયાસો કરાઈ રહ્યા હતા.