એસવીઆઇટી ખાતે થેલેસીમીયા અવેરનેસ પ્રોગ્રામ

એસવીઆઇટી ખાતે થેલેસીમીયા અવેરનેસ પ્રોગ્રામ
Spread the love

થેલેસીમીયાએ વારસાગત થતો લોહીનો રોગ છે. જેમાં સામાન્ય હિમોગ્લોબીન ઉત્પન થતું નથી. એમાં રહેલું પ્રોટીન લાલ કણો દ્વારા ઓક્સિજન પહોંચાડવા માટે સક્ષમ નથી હોતું. ભારતમાં દર વર્ષે ૧૦૦૦૦ બાળકો એ એક બાળક થેલેસીમિયા મેજર સાથે જન્મે છે. માતા-પિતા માંથી એક એક રંગસૂત્ર વારસામાં  ઉતરીને આવીને હિમોગ્લોબિનનું બંધારણ થાય છે. સામાન્ય વ્યક્તિને માતા-પિતા પાસેથી સામાન્ય રંગસૂત્ર વારસામાં મળે છે. પરંતુ જો બે માયનોર વ્યક્તિ હોય તો મેજર એટલે કે ખામી વાળા રંગસૂત્રો થવાની ૨૫% શક્યતાઓ રહેલી છે તેથી કરીને લગ્ન પહેલા જો લોહીની ચકાસણી કરવામાં આવે તો આ સમસ્યાનું નિદાન લાવી શકાય છે. અન્યથા મેજર બાળકના જન્મના ૨૫% શકાયતાઓ રહેલી છે.

મેજર બાળકોને દર ૧૫ થી ૩૦ દિવસમાં લોહીની જરૂર રહે છે અને તેનો ખર્ચ પણ ખૂબ મોટો આવે છે. થેલેસીમીયા મેજર વાળી વ્યક્તિ ને ખુબજ તકલીફો થાય છે અને તેમના કુટુંબને આર્થિક રીતે ખૂબ મુશ્કેલી અને મોટા ખર્ચ નો સામનો કરવો પડતો હોય છે. થેલેસીમીયા મેજર વાળી વ્યક્તિ ની ઉંમર ૨૦ થી ૨૫ વર્ષ ની જ હોય છે. દેશમાં દર વર્ષે થેલેસીમીયા મેજરવાળા‌ વ્યક્તિઓની સંખ્યા વધે નહીં તે હેતુથી સરકારશ્રી દ્વારા અને એન. જી.ઓ. દ્વારા આ માટે અવેરનેશ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓને આ અંગે જાણકારી આપવામાં આવે છે અને તેમનો ટેસ્ટ પણ કરવામાં આવે છે. જરૂર પડે ત્યાં વ્યક્તિગત કાઉનસીલીગ પણ કરવામાં આવે છે.

આ હેતુથી જ આજે એસ.વી.આઇ.ટી. વાસદ કોલેજ ખાતે એન.એસ.એસ.યુનિટ દ્વારા વિઘાર્થીઓ માટે થેલેસીમીયા અવેરનેસ પ્રોગ્રામ રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ ના સહયોગથી રાખવામાં આવેલ હતું. જેમાં ૬૦૦ થી વધુ બાળકો ને થેલેસીમીયા વિશે વર્ષો થી કાર્યકર્તા અને ખુબ જ અનુભવી એવા મહેશ ત્રિવેદી દ્વારા સુન્દર અને રસપ્રદ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.આ પ્રસંગે વિધાથીર્ઓ દ્વારા પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા જેનો જવાબ મહેશ ત્રિવેદી સાહેબ દ્વારા આપવામાં આવ્યા હતા જે વિઘાર્થીઓ માં જે મુંઝવણ હતી તે પણ દૂર કરવામાં આવી હતી.

એસ.વી.આઇ.ટી. વાસદ ના એન.એસ.એસ. યુનિટ ના પ્રોગ્રામ ઓફિસર વિકાશ અગ્રવાલ દ્વારા એન.એસ.એસ.ના વોલેન્ટીયર્સ ના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. એસ.વી.આઇ.ટી. ના આચાર્ય શ્રી ડૉ.એસ.ડી.ટોલીવાલ સાહેબે જણાવ્યું હતું કે થેલેસીમીયા વિશે ની સમ્પૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને મળી ચૂકી છે અને વિઘાર્થીઓ થેલેસીમીયા પ્રત્યે અવેર થઈ ગયા છે.હવે ટુંક સમયમાં જ આ વિઘાર્થીઓ માટે થેલેસીમીયા ટેસ્ટ નો પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે પ્રોગ્રામ ના અંતે વિઘાર્થીઓ એ થેલેસીમીયા નાબુદી માટેના શપથ ‌લીઘા હતા.એસ.વી.આઇ.ટી. વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ  શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!