ડાયાબીટીશને કુદરતી રીતે કન્ટ્રોલ કરવા માર્ગદર્શન આપતા નિઃશુલ્ક સેમિનાર

ડાયાબીટીશને કુદરતી રીતે કન્ટ્રોલ કરવા માર્ગદર્શન આપતા નિઃશુલ્ક સેમિનાર
Spread the love

(પ્રતિનિધિ) ગાંધીનગર,

શું આપ બ્લડસુગર મેનેજમેન્ટ અને ડાયાબીટીશ મેનેજમેન્ટમાં પાયાનો તફાવત શું છે જાણો છો ? ડાયાબીટીશને કુદરતી રીતે કેવી રીતે કન્ટ્રોલ કરવો જેથી ક્રમશઃ દવાનો ડોઝ ઘટાડી શકાય ? ડાયાબીટીસ થાય જ નહી તે માટે શું કરવું ? જા આપ આ સવાલોના જવાબ જાણવા ઉત્સુક હોવ તો આપે તા. ૪થી ઓગષ્ટ રવિવારના રોજ સાંજે ૫ થી ૬.૩૦ કલાક દરમિયાન સેકટર-૨૩માં સ્વામિનારાયણ મંદિરની નજીક શ્રી અરવિંદ કેન્દ્ર ખાતે યોજાનાર નિઃશુલ્ક સેમિનારમાં ભાગ લેવો જાઈએ. આ સેમિનાર નીમા ફાઉન્ડેશન અને શ્રી અરવિંદ કેન્દ્રના સંયુકત ઉપક્રમે યોજાનાર છે. ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અંગે પાયાની બાતોની જાગૃતિ અંગેનો વાર્તાલાપ સેમિનારમાં યોજાશે જેમાં નીમા ફાઉન્ડેશનના ચેરમેન તથા હોલીસ્ટીક હીલર નટુભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

આ સેમિનાર ડાયાબીટીશ તથા બીપીના તમામ પ્રકારના દર્દીઓ માટે તેમજ ડાયાબીટીશ જેવા મહારોગથી કેવી રીતે બચવું તે જાણવા ઈચ્છતા સ્વસ્થ નાગરિકો માટે પણ ઉપયોગી નિવડશે. સેમિનારમાં સ્થાન મર્યાદાને કારણે મર્યાદિત લાભાર્થીને જ પ્રવેશ આપી શકાય તેમ હોવાથી અગાઉથી નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવવું સલાહભર્યું છે. નિઃશુલ્ક રજીસ્ટ્રશન માટે મો.નં. ૭૦૪૬૪૦૨૯૨૩ પર વ્હોટસ એપ મેસેજ અથવા નીમા ફાઉન્ડેશનની વેબસાઈટ ુુ. હૈદ્બટ્ઠર્કેહઙ્ઘર્ટ્ઠૈંહ.ર્ખ્તિમાં કિવક ઈન્કવાયરી પર ફોર્મ ભરીને કરી શકાશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!