કડીના કરણનગર ગામમાં ચાલતા જુગારધામ પર કડી પોલીસનો દરોડો,૭ શખ્સો ઝબ્બે

કડી તાલુકાના કરણનગર ગામની સીમમાં આવેલ ગુલાબ નગર પરામાં ચાલતા જુગાર પર કડી પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે દરોડો પાડી જુગાર રમતા 7 જુગારીઓને પકડી લીધા હતા.પોલીસે જુગારીઓ પાસેથી મોબાઈલ સાથે 42640 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસે જુગારીઓ સામે જુગારધારાની કલમો ક-12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ને જોઈને જુગારીઓના હોશ ઉડી ગયા
આ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર કડી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કરણનગર ગામની સીમમાં આવેલ ગુલાબનગર પરામાં ઠાકોર રાજુજી બાબુજી ના કબ્જાવાળા ખુલ્લા વાડામાં જાહેરમાં ગંજીપાના નો જુગાર પૈસાથી રમાયી રહ્યો છે તે બાતમી ના આધારે ગત રોજ બપોરના સુમારે કડી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને આવેલી જોઈ જુગારીઓના રંગમાં ભંગ પડ્યો હતો .પોલીસે સ્થળ પરથી જુગાર રમતા દંતાણી કીર્તિભાઈ લવજીભાઈ, ઠાકોર સંજયજી બળદેવજી, ઠાકોર કિરણજી રામાજી, પટેલ ભરતભાઇ મણિલાલ, ઠાકોર રાજુજી બાબુજી, દંતાણી નિતેશકુમાર લક્ષ્મણભાઇ, ઠાકોર મંગાજી ચેનાજી ને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી પાના પત્તાં તેમજ મોબાઈલ સહિત 42640 રૂ.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.