કડીમાં ગુજરાત યુવક બોર્ડ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ

ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસની ૨જી ઓગસ્ટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે કડી શહેરમાં આવેલ નવીન મામલતદાર કચેરીની બાજુમાં આવેલ શાપર તળાવે વૃક્ષારોપણ કરીને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા મુખ્યમંત્રીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,નગરપાલિકાના પ્રમુખ શારદાબેન પટેલ,ઉપપ્રમુખ નિલેશ નાયક, વિષ્ણુભાઇ પટેલ,જશુભાઇ પટેલ, અલ્પાબેન આચાર્ય તથા ગુજરાત રાજ્ય યુવક બોર્ડના કડીના સંયોજક પિયુષ પટેલ, નિધી પટેલ,સંકેત પટેલ,ધવલ ગૌસ્વામી તથા કડી નગરપાલિકાના કોર્પોરેટરો ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.