ભિલોડાના મઉટાંડા -2 માં માત્ર 3 ઇંચ વરસાદે ગામ બેટમાં ફેરવાતા ગ્રામજનો-વિદ્યાર્થીઓની હાલાકીનો પાર નથી..!!!

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
હાલ ગુજરાત માં ચોમાસા ની મોસમ પુર બહાર માં ખીલી છે જ્યાં જ્યાં વધુ વરસાદ ખાબક્યો છે ત્યાં ત્યાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે પરંતુ જ્યાં માત્ર નહિવત વરસાદ વરસ્યો હોય છતાં આખું ગામ બેટ માં ફેરવાઈ જાય એવું ક્યાંય જોયું છે. જી હા આવા દ્રશ્યો ભિલોડા તાલુકા ના એક ગામમાં જોવા મળ્યા ….વાત છે ભિલોડાના મઉટાંડા – 2 ગામની.આ ગામ ભિલોડા નગરની પશ્ચિમે 4 કિલોમીટરના અંતરે આવેલું છે .આ ગામમાં શ્રમિક લોકો રહે છે. તેઓ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. આમ તો અરવલ્લી જિલ્લા માં વરસાદ ની આગાહી 5 દિવસ થી છે પરંતુ વરસાદ જાણે હાથતાળી આપી ગયો છે ગત રોજ માત્ર ભિલોડા તાલુકા માં 3 ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે ભિલોડા ના ગ્રામ્ય વિસ્તારો માં પાણી ભરાઈ જવાની અને પછી ઓસરી પણ જાયછે પણ આ ગામ એક એવું છે કે જ્યાં વરસાદી પાણી નો કાયમી નિકાલ નથી જેના કારણે ગામ ના પાણી એક સામાન્ય વરસાદ માં પણ નીકળી શકતા નથી હાલ આ ગામ આખું જાણે બેટ માં ફેરવાઈ ગયું હોય એમ લાગી રહ્યું છે ગામ ના રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે રહીશો ના મકાન આગળ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ગ્રામજનો એ તંત્ર માં આ બાબતે અનેક વખત રજૂઆતો કરી છે પણ તંત્ર ગ્રામજનોની રજુઆત ને ધ્યાને લેતું નથી સૌથી વફૂ મુશ્કેલી શાળા માં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓ ને પડી રહીછે સામાન્ય વરસાદ પડે એટલે ગંદા પાણી માં થઈને અભ્યાસ માટે જવા મજબૂર બનેછે ભરાઈ રહેતા પાણી ને કારણે રોગચાળો ફાટી નીકળવા ની પણ સંભાવના રહેછે ત્યારે મઉટાંડા ગામના વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય એવી ગ્રામજનોની માંગ રહેલી છે.