એઓસી-ઇન-સી સ્વાક ગુજરાતનાં રાજ્યપાલને મળ્યાં

એર માર્શલ એચ એસ અરોરા એવીએસએમ એડીસી, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ 2 ઓગસ્ટ, 2019નાં રોજ ગુજરાતનાં આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતને મળ્યાં હતા અને તેમને ગુજરાતનાં રાજ્યપાલ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. એઓસી-ઇન-સીએ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડે તાજેતરમાં હાથ ધરેલી પહેલો વિશે જાણકારી આપી હતી. તેમણે આદરણીય રાજ્યપાલને પશ્ચિમ મોરચા પર ભારતીય વાયુદળની કામગીરીની તૈયારી પર તેમજ સંલગ્ન સેવાઓ સાથે સંયુક્તપણે હાથ ધરેલી કામગીરી માટેની પહેલો વિશે જાણકારી આપી હતી.
ભારતીય વાયુદળનાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટમાં રાજ્ય સરકારનાં સાથસહકાર વિશે પણ માહિતી આપી હતી. એર માર્શલ અરોરાએ ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિથી પણ રાજ્યપાલને વાકેફ કર્યા હતા અને ભારતીય વાયુદળે માનવીય સહાય અને આપત્તિ રાહત (એચએડીઆર) કામગીરી હાથ ધરવાની જરૂર ઊભી થાય એવા કિસ્સાઓમાં પસંદગીનાં સ્થળો પર હેલિકોપ્ટરને અગાઉથી તૈયાર રાખવા માટે લીધેલા તમામ પગલાંની જાણકારી આપી હતી.