ધાનેરા – શાહ રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓના કેસ ફીમાંથી મુક્તિ

(મેડિકલ દવા અને લેબોરેટરી ચાર્જમાં દસ ટકા ડિસ્કાઉન્ટ રાહત)
……………………..
ધાનેરાની દરેક હોસ્પિટલમાં દર્દીઓને કેસ ફી માં લૂંટ ચાલી રહી છે ધાનેરામાં આવતાં સારવાર માટે ગરીબ દર્દીઓ હોસ્પિટલમાં જાય છે ત્યારે મોટી કેસ ફીસ આપવાની હોય છે અને લેવામાં આવે છે. જ્યારે ધાનેરા શહેર માં આવેલી વર્ષો પુરાણી શ્રી ધાનેરા આરોગ્ય સમિતિ ની શાહ રામચંદ સ્વરાજ ભાઇ જનરલ હોસ્પિટલમાં વર્ષોથી સેવાઓ આપી રહી છે અને દર્દીઓ રાહત દરે સારવાર પણ કરાવી રહ્યાં છે આમ વર્ષો જૂની આ શ્રી શાહ રામચંદ સવરાજભાઇ જનરલ હોસ્પિટલમાં એક નવી જ રાહત ચાલુ કરે છે જે દર્દીઓ માટે ફાયદા કારક છે આવનાર દર્દીઓને તારીખ 02/08/2019 થી કેસ ફી માંથી મુક્તિ કરેલ છે આવનાર દર્દીઓ પાસેથી કેસ કાઢી પણ તેની ફીસ લેવામાં આવશે નહીં તેમજ સારવાર માટે આવેલા દર્દીઓને મેડિકલ દવાઓમાં પણ દસ ટકા રાહત આપવાની ચાલું કરેલ છે તેમજ લેબોરેટરી ચાર્જમાં પણ દસ ટકા ડિસ્કાઉન્ટ આપવાનું ચાલુ કરેલ છે.
એક્સરે પણ વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે આવનાર દર્દી દાખલ થાય તો રૂમનું ભાડું પણ સામાન્ય વ્યાજબી ધોરણે લેવામાં આવે છે તેમજ દર્દીઓની સારવાર પણ સંતોષકારક દવા કરવામાં આવે છે આ હોસ્પિટલમાં ફિઝિશિયન ડોક્ટર શૈલેષભાઇ ચૌધરી તેમજ ડોક્ટર વિમલભાઇ ત્રિવેદી મેડિકલ ઓફિસર જેવો સેવા બજાવી રહ્યા છે આ હોસ્પિટલમાં ડોક્ટર શૈલેષભાઇ ચૌધરી તથા વિમલભાઇ ત્રિવેદી દરેક પ્રકારના ફેફ્સાના રોગના નિષ્ણાત જેવા કે ટીબી ન્યૂમોનિયા ફેફસાની ફરતે પાણી હવા ભરાઈ જવું શદૅી ખાંસી એલર્જી દમ અસ્થમાં ટાઇફોડ મેલેરિયા ડેન્ગ્યુ વાયરલ ફીવર લોહીના રિપોર્ટ વગેરે કરી આપવા અને ઉપરોક્ત દરેક પ્રકારનું નિદાન સારવાર વ્યાજબી ભાવે કરી આપવામાં આવે છે આ સંસ્થાના હાલ શ્રી શૈલેષભાઇ મોરખીયા અને શ્રી રામભાઇ સોની સ્થાનિક સંચાલન કરી રહ્યા છે તો દરેક દર્દીઓએ શ્રી શાહ રામચંદ સ્વરાજ ભાઇ જનરલ હોસ્પિટલના સારવાર માટે રાહત નો લાભ લેવા વિનંતી છે઼ અને દર્દીઓને ચોવીસ કલાક માટે સેવા આપવામાં આવશે .