અરવલ્લી જિલ્લા કક્ષાની ૭૦ મા વન મહોત્સવની ઉજવણી બામણવાડ ખાતે થશે

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લા કક્ષાની ૭૦ મા વન મહોત્સવની મોડાસા તાલુકાના બામણવાડ નવી વસાહત ખાતે સવારે ૧૦-૩૦ કલાકે ગુજરાત ક્ષેત્રના સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના અધ્યક્ષશ્રી સરદારસિંહ બારૈયાના અધ્યક્ષસ્થાને અને ગુજરાત રાજય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષશ્રી બી.એમ. ઘોડાસરાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવશે.
આ વન મહોત્સવમાં અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મતિ હંસાબેન પરમાર, એ.પી.સી.સી.એફ અને સી.ઇ.ઓ.ગાંધીનગર, શ્રી એન.એસ.યાદવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે તથા મોડાસાના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠોડ અને ભિલોડાના ધારાસભ્યશ્રી ર્ડો. અનિલ જોષીયારા વિશેષ ઉપસ્થિત રહેશે એમ વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની એક અખબારી યાદી દ્રારા જણાવાયુ