કલમ 370 પર મોદી સરકારના ઐતિહાસીક નિર્ણયને વિરમગામમાં ફટાકડાં ફોડી વધાવાયો

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
કલમ 370 પર મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય, કાશ્મીર-લદ્દાખના ભાગલા; બંને કેન્દ્ર શાસિત રાજ્ય બન્યા પછી આખા ભારતમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં પણ ફટાકડા ફોડી ખુશી બનાવવામાં આવી હતી અને મીઠાઈ વેચવામાં આવી હતી. વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા પાસે યુવા શક્તિ ગૃપ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના સહિત યુવાનો દ્વારા સરદાર પટેલ પ્રતિમા ને ફુલહાર કરી, મિઠાઇ ખવડાવી- ફટાકડાં ફોડી ભવ્ય ઉજવણી કરાઇ હતી.