શ્રી સ્વામિનારાયણ મંદિર, કલોલમાં “પર્યાવરણ થીમ” પરના હિંડોળાએ આકર્ષણ જમાવ્યું

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
ઉત્તર ગુજરાતના પ્રવેશદ્વાર સમા કલોલ હાઈવે પાસે આવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સર્વોપરી શ્રી સ્વામિનારાયણ મંદિર, કલોલમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા થી શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયંમૂર્તિ શ્રી અબજી બાપાશ્રી શતામૃત મહોત્સવ ના ઉપક્રમે પર્યાવરણ થીમ ઉપર હિંડોળો બનાવવામાં આવ્યો છે. પર્યાવરણથી દેશ અને વિશ્વમાં હરિયાળી ક્રાંતિ થાય એ હેતુથી હિંડોળાનું આયોજન કરાયું છે. હિંડોળાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો તથા ભાવિકો આનંદોત્સાહ સહ ઉમટ્યા હતા.