માણસાની હોસ્પિટલ ખાતે કાંગારૂ માતા સંભાળ રૂમનું ઉદૂઘાટન કરાયું

ગાંધીનગર
વિશ્વ સ્તનપાન દિવસ નિમિતે કાંગારૂ માતા સંભાળ ઉજવણી અને કાંગારૂ માતા સંભાળ રૂમનું ઉદ્દઘાટન સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ માણસા ખાતે આજે તા.૦૪ ઓગષ્ટના રોજ કરવામાં આવ્યો હતો. રૂમનું ઉદ્દઘાટન બિન અનામત આયોગ ગાંધીનગર, ઉપાધ્યક્ષ શ્રી બિમલભાઈ ઉપાધ્યાયના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેકટર શ્રી એસ. કે. લાંગા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર આર રાવલ, માન. પ્રાંત અધિકારી શ્રી નેહા કુમારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ એમ એચ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.તા.૧૬/૦૭/૧૯ ના રોજ ધાર્મિક અને ધ્રુવીકા નો જન્મ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ માણસા ખાતે થયેલ, જન્મ સમયે ધાર્મિક નું વજન ૨.૧૦૦ અને ધ્રુવીકા નું વજન ૧.૫૦૦ હતું. બંને બાળકો ની ત્રણ પેઢી રીંકલબેન (મમ્મી), અરુણાબેન (મમ્મીના મમ્મી) અને કોકીલાબેન (દાદી) દ્વારા સતત કાંગારૂ કેર આપવામાં આવેલ, આજ રોજ તેમનું વજન કરતા ધાર્મિક નું ૨.૨૦૦ અને ધ્રુવીકા નું વજન ૧.૬૫૦ થયેલ, જે ખરેખર કાંગારૂ કે દ્વારા શક્ય બને છે.ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ના આ તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા ખુબજ મહેનત કરેલ છે.