ઉભા પાકમાં એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, ખેડૂતોમાં ભારે કુતૂહલ

ભાવનગર,
ભાવનગરમાં એરફોર્સના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેÂન્ડંગ કરાવવામાં આવ્યું છે. એવું જાણવા મળી રહ્યું છે કે ટેકનિકલ ખામી સર્જાતા હેલિકોપ્ટરનું તાત્કાલિક ખેતરમાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ખેડૂતોમાં ભારે કૂતૂહલ સર્જાયું હતું. ભાવનગરમાં ઓદરકા ગામે ખેતરમાં એરફોર્સના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. હાલ જાણવા મળતી માહિતી પ્રમાણે, પાયલોટ અને એરફોર્સના જવાનો સુરક્ષિત છે. ભાવનગરના ઓદરકા ગામે સેન્યનું હેલિકોપ્ટર એક વાડીમાં ઇમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરની અંદર બેસેલ એરફોર્સના જવાનો સલામત છે. જેના કારણે પોલીસ અને મામલતદાર સ્થળ પર દોડી આવ્યા હતા.
આ ઘટનાને પગલે કુકડ ગામના સરપંચ સ્થળ પર હાજર થયા હતા. આ હેલિકોપ્ટર સુરતથી જામનગર તરફ જઈ રહ્યું હતું. હેલિકોપ્ટરમાં રહેલા ક્રુ મેમ્બર સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામના ખેતરમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ થતાં ખેડૂતોમાં કૂતુહલ સર્જાયું છે. સુરતની કટોકટીની કામગીરી માટે કાર્યરત એરફોર્સનાં હેલિકોપ્ટરને કુકડ ગામ, ઘોઘા, ભાવનગર નજીક જવું પડ્યું હતું. તમામ ઓન-બોર્ડ સલામત છે. કોઈ તબીબી સહાયની જરૂર નથી. હેલિકોપ્ટરમાં સવાર ૯ લોકો સુરતથી જામનગર જઈ રહ્યાં હતાં. વહિવટી તંત્રએ ફ્લાઇટ લેફ્ટનન્ટ નીતીશનો સંપર્ક કરી વિગતો મેળવી હતી.