દશામાની મૂર્તિ વિસર્જન વેળાએ યુવકનું પગ લપસતા મોત નીપજ્યું

દશામાની મૂર્તિ વિસર્જન વેળાએ યુવકનું પગ લપસતા મોત નીપજ્યું
Spread the love

થરાદ,

દશામાના વ્રતનું સમાપન હતું, ત્યારે થરાદની મુખ્ય કેનાલ પાસે વિસર્જન સમયે એક યુવકનુ લપસી જતા મોત નિપજ્યું હતું. થરાદ નગરપાલિકાના તારવૈયા દ્વારા યુવકની લાશ બહાર કાઢીને પોસમોર્ટમ માટે સરકારી હોÂસ્પટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દશમાના વ્રતનો છેલ્લો દિવસ હોઈ મૂર્તિનું વિસર્જન કરાયું હતું. ત્યારે થરાદ પાસેથી પસાર થતી નર્મદા નહેરની મુખ્ય કેનાલ પાસે વહેલી સવારે કેટલાક લોકો દશામાના મૂર્તિના વિસર્જન માટે આવ્યા હતા. દશામાની મૂર્તિ પધરાવવા જતાં અચાનક જિગ્નેશ પ્રજાપતિ નામના યુવકો પગ લપસી ગયો હતો, અને તે કેનાલમાં ગરકાવ થયો હતો. ૧૮ વર્ષનો જિગ્નેશ નહેરમાં ડૂબતા તેના પરિવારે બચાવવા માટે બૂમાબૂમ શરૂ કરી હતી. ત્યારે થરાદ નગરપાલિકાના તરવૈયાઓ તાત્કાલિક મદદે આવ્યા હતા. પરંતુ જિગ્નેશનો જીવ બચી શક્્યો ન હતો. તરવૈયાઓએ થોડા સમય બાદ જિગ્નેશના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.  આ ઘટના બાદ પરિવારના માથા પર આભ ફાટી પડ્યું હતું. દસ દિવસ સુધી જે ઘરમાં દશમાના તહેવારમાં ઉત્સાહનો માહોલ હતો, ત્યાં અંતિમ દિવસે દુખદ સમાચાર મળ્યા હતા. પરિવારને વિસર્જન સમયે જુવાનજાધ દીકરો ગુમાવવાનો વારો આવ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!