વલસાડ જિલ્લામાં ગ્રાસરૂટ લેવલે મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણી

વલસાડ જિલ્લામાં ગ્રાસરૂટ લેવલે મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણી
Spread the love

વલસાડ,
વલસાડ જિલ્લામાં મહિલા સશક્તિલકરણ પખવાડિયું ઉજવણીના ભાગરૂપે તમામ તાલુકા ઘટકના સેજાઓમાં ગ્રાસરૂટ લેવલે મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસની ઉજવણી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત પારનેરા પારડી પ્રા.શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા યુવા બાળ સમિતિના ચેરમેન ભાનુબેને ઉપસ્થિપત રહયા હતા. તેમણે જણાવ્યુંં હતું કે, આજની કિશોરી ભવિષ્યઅની માતા છે અને માતા તંદુરસ્તપ હશે તો જ બાળક તંદુરસ્તે અવતરશે, તે ધ્યાકને રાખી દરેક મહિલાઓએ પોષણની સમજ કેળવવાની સાથે કુપોષણના કારણો કયા છે તેની જાણકારી મેળવી પોષણયુક્ત આહાર લેવા અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારના બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંગે વિસ્તૃયત જાણકારી આપતાં તેમણે દીકરીનું કુટુંબ અને સમાજમાં જરૂરી મહત્ત્વ મળી રહે તે માટે સૌ કાળજી રાખે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. વલસાડ જિલ્લાના તમામ ઘટકના સેજાઓની આંગણવાડીમાંથી સગર્ભા, ધાત્રી, કિશોરીઓને અમૂલ ટી.એચ.આર. આપવામાં આવી છે. તેમાંથી બહેનો દ્વારા વાનગી હરિફાઇ કરવામાં આવી હતી અને .એચ.આર.માંથી કઇ-કઇ વાનગીઓ બનાવી શકાય તેનું પ્રત્યાક્ષ નિદર્શન પણ કરાયું હતું. પૌષ્ટિ ક વાનગી બનાવનાર મહિલાઓને ઇનામ આપી સન્મામનિત કરાઇ હતી. પ્રોગ્રામ ઓફિસરો, મેડીકલ ઓફિસરો, ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીએ આરોગ્યઇ પોષણ અને સંકલિત બાળ વિકાસ યોજનાઓની જાણકારી આપી હતી. આ કાર્યક્રમોમાં જિલ્લાના સંબંધિત વિસ્તાનરોના આંગણવાડી કાર્યકર બહેનો, માતાઓ, કિશોરીઓ અને ગ્રામજનો હાજર રહયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!