ભાવનગરના અસરગ્રસ્ત ગામોમાં તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી

ભાવનગર તાલુકામાં વરસેલ ભારે વરસાદના પગલે તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવનને અસર પહોંચી હતી. આથી તંત્ર દ્વારા ભાવનગર તાલુકાના વેળાવદર, સનેસ, માઢિયા તેમજ મીઠાપુર ખાતે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે કાનાતળાવ ગામે લોકભાગીદારી થકી ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ હતી. ઉપરોક્ત ગામોમાં આશરે 400 ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે.જ્યારે હજુ 400 ફૂડ પેકેટ મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા થઈ રહી છે.