એકલહરે ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કરતા રાજ્યંમંત્રી રમણલાલ પાટકર

વલસાડ,
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના એકલહરે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ વન અને આદિજાતિ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરના હસ્તેલ કરાયું હતું. આ અવસરે આદિજાતિ રાજ્યમમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યુંહ હતુ .ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતો જરૂરી છે. ગ્રામ પંચાયતને આધુનિક સાધનોથી સુસજ્જ કરવામાં આવી છે, રાજ્યં સરકારની ઓનલાઇન સેવાઓ અત્રે ઉપલબ્ધપ બની છે. ગામમાં આવેલા સરકારી મકાનો એ ગામના ઘરેણાં છે, જેની સાચવણી કરવાની ગ્રામજનોની જવાબદારી છે. દરેક વિકાસકાર્યોમાં ગ્રામજનો સહયોગ આપે તો ગામનો વિકાસ ઝડપી બને છે. ૧૪મા નાણાપંચ હેઠળ આવતા નાણાંનો સદુપયોગ કરી ગામનો વિકાસ કરવો જોઇએ. રાજ્ય સરકારે ગામના વિકાસ માટે દીર્ઘદૃષ્ટિઠ રાખી અનેક યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતની આવક બમણી કરવા માટે આધુનિક પદ્ધતિથી ખેતી કરવા તેમજ ખેતીલક્ષી યોજનાઓ, પાકવીમા યોજનાનો લાભ લેવા પણ જણાવ્યું હતું. વૃક્ષારોપણથી થતા ફાયદાઓ જણાવી દરેક વ્યલક્તિઓ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીમાં સહયોગ આપે તેવી અપેક્ષા તેમણે વ્ય ક્તષ કરી હતી. ગામમાં સાંસ્કૃ્તિક ભવન બનાવવા માટે રાજ્યવ સરકાર દ્વારા મળવાપાત્ર સહાય આપવાની ખાતરી તેમણે આપી હતી. તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલે આભારવિધિ આટોપી હતી. એકલહરે ગામના સરપંચ અમૃતભાઇ પટેલે ગામમાં થયેલા વિકાસકાર્યોની જાણકારી આપી ગામની બાકી સમસ્યાજઓના નિરાકરણ માટે રાજ્યપસરકારના સહયોગની અપેક્ષા વ્યાક્તા કરી હતી.એકલારા પ્રા.શાળાની વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને સ્વાયગત ગીત રજૂ કર્યાં હતાં. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, અગ્રણી મુકેશભાઇ પટેલ, સરપંચ અમૃતભાઇ પટેલ, તલાટી દીપાલીબેન પાટીલ, ગ્રામ પંચાયતના સભ્યોહ, વિવિધ ગામોના સરપંચો, નરોત્તમભાઇ પટેલ, અમ્રતભાઇ પટેલ, ગ્રામજનો મોટી સંખ્યાબમાં હાજર રહયા હતા.