અંબાજી ના શિવાલયોમા ગુંજ્યો હર હર મહાદેવ નો નાદ

અમિત પટેલ, (અંબાજી)
અંબાજી ના શિવાલયો મા ગુંજ્યો હર હર મહાદેવ નો નાદ ”
શક્તિ ભક્તિ અને આસ્થા નું કેન્દ્ર એટલે ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આજે બન્યું શિવમય…|
આજે ગુજરાત મા શ્રાવણ ના બીજા સોમવારે યાત્રાધામ અંબાજી માં શિવાલયો માં બરફ ના શિવલીગ બનાવી અંબાજી ના શિવ મંદિરો માં અદભુદ અને અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે યાત્રાધામ અંબાજી માં અલગ અલગ શિવ મંદિરો માં બાબા બરફાની અમરનાથ ની જેમ બરફ ના મંદિર અને શિવલીગ બનાવા માં આવ્યા હતા.શ્રાવણ ના બીજા સોમવારે શિવ મંદીરો માં બરફ ના શિવલીગ ના દર્શન કરી વિશેષ પૂજા અર્ચના નો લાભ શિવભક્તો લીધો હતો.
યાત્રાધામ અંબાજી માં શ્રાવણ મહિના માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગબ્બર રોડ પર આવેલા આપેશ્વર મહાદેવ અને માનસરોવર માં વિરાજમાન માનેશ્વર મહાદેવ મંદિર માં બરફ ના શિવલીગ બનાવા માં આવ્યા હતા
અંબાજી ના આપેશ્વર મહાદેવ મંદિરમાં આપેશ્વર યુવક મંડળ, રબારી સમાજના યુવાનો અને ભાવિકોના સહકાર થી લગભગ 7થી 8 વર્ષો થી બરફના અમરનાથ મહાદેવ ની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે અને પ્રસાદી નું આયોજન કરાય છે જેનો ગ્રામજનો અને ભાવિક ભક્તો લાભ લઈને ધન્યતા અનુભવે છે
જયારે માનસરોવર સ્થિત માનેશ્વર મહાદેવ ના મંદિરે દર વર્ષે મંદિર ના કાર્યકર્તા અને મિત્ર મંડળ અને ગ્રામ ના સહયોગ થી માનેશ્વર મહાદેવ ને અમરનાથ ની જેમ બરફ ના શિવલીગ બનાવા માં આવે છે. માણેશ્વર મહાદેવ ના પૂજારી ના જણાવ્યા મુજબ માણેશ્વર મિત્ર મંડળ ના કાર્યકર્તાઓ એક પુરી રાતનું જાગરણ કરી અને 150 kg ની એક એવી 42 બરફની શિલાઓ થી બરફ નું શિવલીગ તૈયાર કરી અંબાજી માં અમરનાથ નો અનુભવ કરાવે છે