ચૌધરી સમાજના તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત અધિકારીઓ – સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે અંબાજી ચૌધરી વિશ્રાન્તિ ગૃહ ખાતે તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના પ્રતિભાવાન વિદ્યાર્થીઓ કે જેમણે ધોરણ 12 ના વિવિધ પ્રવાહો,,ઉચ્ચ શિક્ષણ,,મેડિકલ ક્ષેત્ર,,રમત ગમત તેમજ કલાસ 1 અને કલાસ 2 ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવી રાજ્ય અને દેશમાં નામના મેળવી છે તેવા અધિકારીશ્રીઓનું સન્માન કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી..
સમારંભના અધ્યક્ષ સ્થાને મુરબ્બી વિરજીભાઈ જુડાલ (અધ્યક્ષ,અખિલ ભારતીય આંજણા મહાસભા) વિશિષ્ટ અતિથિ તરીકે શ્રી વિઠઠલભાઈ પટેલ (પ્રમુખ,વાપી નગરપાલિકા) શ્રી હિમાંશુભાઈ પટેલ (કેન્દ્ર સરકાર પુરસ્કૃત શ્રેષ્ઠ સરપંચ પુંસરી) , શ્રી મયંકકુમાર પટેલ (નાયબ કલેકટરશ્રી મોડાસા,અરવલ્લી), શ્રી રાજેન્દ્રભાઇ પટેલ (સિન્ડિકેટ સભ્યશ્રી એમ.એસ યુનિવર્સિટી), શ્રી ડો. હિતેશભાઈ ચૌધરી (રાષ્ટ્રીય સદસ્ય યુવા ભાજપ, પૂર્વ સિન્ડિકેટ સભ્ય પાટણ યુનિવર્સિટી), શ્રી વિમલભાઈ ચૌધરી (ડેપ્યુટી કલેકટર મહીસાગર) શ્રીમતી ગાયત્રીબહેન પટેલ (જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવલ્લી), ભોજન દાતા વિષ્ણુભાઈ ચૌધરી (મેટ્રો ગ્રુપ) તેમજ શ્રી કૌશિકકુમાર પટેલ (કારોબારી સભ્ય,ગુજરાત પ્રદેશ યુવા ભાજપ) ઉપસ્થિત રહ્યા હતા..
સમાજના પ્રતિભાવાન વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓનું પુષ્પગુચ્છ, પ્રમાણપત્રો, રજત ચંદ્રક,, મોમેંન્ટો તેમજ પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ આંજણા યુવક મંડળના પ્રમુખશ્રી આનંદભાઈ પટેલ ,મહામંત્રીશ્રી ચિરાગભાઈ પટેલ કન્વીનરશ્રી સંજયભાઈ ચૌધરી તેમજ કારોબારી સભ્યોનું પણ કાર્યક્રમના સુંદર આયોજન બદલ વિશેષ સન્માન કર્યું હતું..સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન ભાવેશભાઈ ચૌધરી તેમજ સહતંત્રી કેતકભાઈ પટેલે કર્યું હતું.