મહેસાણા : સ્પાની આડમાં ચાલતા કુંટણખાનામાં પોલીસના દરોડા

મહેસાણા : સ્પાની આડમાં ચાલતા કુંટણખાનામાં પોલીસના દરોડા
Spread the love

મહેસાણામાં ધ ગ્રાન્ડ થાઇ સ્પામાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, જેમાં 2 થાઇલેન્ડની યુવતી તેમજ સ્પાના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. મહેસાણા શહેરના માનવ આશ્રમ ચોકડી પાસે ધ ગ્રાન્ડ થાઈ સ્પા આવેલો છે. જ્યાં મહિલાઓ દ્વારા મસાજના નામે કુટણખાનું ચાલતું હોવાની આશંકા હતી. આથી પોલીસે ગ્રાહક બની તપાસ કરતા પ્રાથમિક પુષ્ટિ થઈ હતી. જે બાદ મહિલા ડીવાયએસપી મંજીતા વણઝારા સહિતના સ્ટાફ દ્વારા રેડ પાડવામાં આવી હતી. સ્પા સેન્ટરમાંથી મેનેજર જીગ્નેશ નાયકની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે સંચાલક રાજુ દેસાઈ અને ભરત દેસાઈ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ સાથે થાઇલેન્ડની 2 યુવતીની પણ અટકાયત કરવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!