હળવદના ટીકર ખાતે આરસીસી ક્લબ દ્વારા નિઃશુલ્ક મહાનિદાન કેમ્પ

હળવદના ટીકર ખાતે આરસીસી કલબ દ્વારા નિશુલ્ક નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીકર, અજિતગઢ,માનગઢ,કીડી,જોગડ,મિયાણી,સહિતના આજુબાજુના ગામના 750થી વધુ વિવિધ પ્રકારના રોગના દર્દીઓએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. છેવાડાના ગામડાઓમાં વિવિધ પ્રકારના રોગોની સારવાર મળી રહે તેવાં ઉત્તમ હેતુથી આરસીસી કલબ ઓફ ટીકર દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 750 થી વધારે દર્દીઓને તપાસી દર્દીઓને દવાઓ ફ્રી આપવામાં આવી હતી સાથે કાર્ડિયોગ્રામ,ડાયાબિટીસ વગેરે રિપોર્ટ પણ ફ્રી કરી આપવામાં આવ્યા હતા.
નિદાન કેમ્પમાં આજુબાજુના ગામડાઓમાંથી દર્દીઓએ પણ લાભ લીધો હતો જેમાં ટીકર,અજિતગઢ,માનગઢ,કીડી,જોગડ,મિયાણી,સહિતના ગામોએ લાભ લીધો હતો.આ કેમ્પમાં હાડકાના સર્જન ડો. સાગર હાંસલીયા,હૃદય રોગનાં નિષ્ણાત ડો.ચિરાગ શાહ, દાંતના નિષ્ણાંત ડો. નીરવ પટેલ,બાળ રોગ નિષ્ણાંત ડો. રાહુલ પટેલ,ચામડી રોગના નિષ્ણાંત ડો. રવિ બાવરિયા, અને ડૉ.અમિત પટેલ દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી અને નિદાન કરવામાં આવ્યું હતું.
ટીકર ખાતે યોજાયેલા નિશુલ્ક નિદાન કેમ્પ સ્વ: હીરાભાઈ ભવાનભાઈ દેથરીયાના સ્મરણાર્થે દેથરીયા પરિવાર તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો જેમાં પ્રેસિડેન્ટ રમેશભાઈ સીતાપરા, સેક્રેટરી મનીષભાઈ દેથરીયા, પ્રોજેક્ટ ચેરમેન વિનોદભાઈ એરવાડિયા અને ડૉ. મનોજભાઈ વિડજા તેમજ સભ્યોએ સફળ બનાવ્યો હતો જ્યારે રોટરી કલબ ઓફ હળવદથી નરભેરામભાઈ અઘારા, ગોપાલભાઈ ઠક્કર, સુરેશભાઈ પટેલ, મહિપાલસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાણા ખાસ હાજર રહ્યા હતાં.