મેજર જનરલ દિનેશ શ્રીવાસ્તવે ગોલ્ડન કટાર ડિવિઝનનાં કમાન્ડની જવાબદારી સંભાળી

મેજર જનરલ દિનેશ શ્રીવાસ્તવે ગોલ્ડન કટાર ડિવિઝનનાં કમાન્ડની જવાબદારી સંભાળી
Spread the love

મેજર જનરલ દિનેશ શ્રીવાસ્તવે 15 ઓગસ્ટ, 2019નાં રોજ ગોલ્ડન કટાર ડિવિઝનનાં કમાન્ડનો હોદ્દો ધારણ કર્યો છે. ગોલ્ડન કટાર ડિવિઝન દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતને સમાંતર પાકિસ્તાનની સરહદનું રક્ષણ કરવા માટે જવાબદાર છે. ડિવિઝન આંતરિક સુરક્ષામાં પ્રદાન કરે છે અને આપત્તિ/કુદરતી આફતો દરમિયાન નાગરિક સત્તામંડળોને સહાય કરે છે. મેજર જનરલ દિનેશ શ્રીવાસ્તવે વિવિધ વિસ્તારોમાં કામ કર્યું છે અને બહોળો અનુભવ ધરાવે છે.

તેમણે જમ્મુ-કાશ્મીર/ઉત્તરપૂર્વનાં ઉગ્રવાદી વિસ્તારોમાં મહત્ત્વપૂર્ણ કામગીરી અદા કરી છે, સ્ટ્રાઇક કોર્પ્સ અને સિયાચિન ગ્લેશિયરમાં યુનિટનું નેતૃત્વ કર્યું છે (ઓપરેશન મેઘદૂત). આંદામાન અને નિકોબાર ટાપુનાં વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતાં સ્થળ પોર્ટ બ્લેરમાં બ્રિગેડનાં જનરલ ઓફિસર તરીકે કામગીરી અદા કરી છે. જનરલ ઓફિસરનાં પત્ની શ્રીમતી મીનુ શ્રીવાસ્તવે ગોલ્ડન કટાર ડિવિઝનનાં ફેમિલી વેલ્ફેર ઓર્ગેનાઇઝેશનનાં ચેરપર્સન તરીકેની જવાબદારી સંભાળી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!