ધાનેરામાં વરસાદને કારણે સમગ્ર ધાનેરા પાણી પાણી



ધાનેરા માં વરસાદ લઇ સમગ્ર ધાનેરા શહેર માં પાણી પાણી થઇ ગયું છે જાહેર રસ્તા ઉપર પાણી ભરાઈ જતા પાલિકા નું તંત્ર પણ દોડતું થયું છે અને પાણી નો નિકાલ કરવાના કામે લાગ્યું છે. સમગ્ર ગુજરાત માં સારો એવો વરસાદ છે પણ ધાનેરા વિસ્તાર માં પૂરતા પ્રમાણ માં વરસાદ ન વરસતા લોકો અને ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા પરંતુ છેલ્લા બે દિવસ થી ધાનેરા વિસ્તાર માં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો પરંતુ આજે મેઘરાજા મનમુકીને વરસતા સમગ્ર ધાનેરા શહેર માં પાણી પાણી થઇ ગયું હતું અને ઢીંચણ સમા પાણી ભરાઈ જતા પાલિકા નું તંત્ર પણ દોડતું થયું હતું અને પાણી ના નિકાલ માટે ની તજવીજ હતી સારો એવો વરસાદ વરસતા લોકો અને ખેડૂતો માં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો