ક્રૂડ પામતેલમાં ૨૫,૦૨૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સીમિત ઘટાડો

ક્રૂડ પામતેલમાં ૨૫,૦૨૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સીમિત ઘટાડો
Spread the love
સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી નરમાઈ: ક્રૂડ તેલમાં મામૂલી ઘટાડો: નિકલ સિવાયની બિનલોહ ધાતુઓ ઘટી: પ્રથમ સત્રમાં રૂ.૧૪૭૧૩.૯૨ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૩૦૪૬૦૧ સોદામાં રૂ.૧૪૭૧૩.૯૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાઓનો હિસ્સો રૂ.૧૪૩૮૭.૧૪ કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.૩૨૬.૭૯ કરોડનો રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી નરમાઈ રહી હતી. નિકલ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટી આવી હતી. એનર્જીમાં ક્રૂડ તેલમાં મામૂલી ઘટાડો હતો. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલમાં ૨૫,૦૨૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સીમિત ઘટાડો થયો હતો. કોટન અને મેન્થા તેલમાં સુધારાનો સંચાર થયો હતો. એલચીમાં ભાવ ઘટીને બંધ થયાં હતાં.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૭૫૭૧૨ સોદાઓમાં રૂ.૬૦૨૨.૮૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૮૧૪૩ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૨૨૦ અને નીચામાં રૂ.૩૭૭૫૨ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૬ ઘટીને રૂ.૩૭૯૧૭ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૫ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૦૦૬૭ અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૩૭૮૫ થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૨ ઘટીને બંધમાં રૂ.૩૭૪૭૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૪૧૧૯ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૧૩૦ અને નીચામાં રૂ.૪૩૫૫૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૯ ઘટીને રૂ.૪૩૮૧૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ.૨૭૬ ઘટીને રૂ.૪૩૮૧૫ અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ રૂ.૨૮૭ ઘટીને રૂ.૪૩૮૧૧ બંધ રહ્યા હતા.

બિનલોહ ધાતુઓમાં ૫૨૫૭૪ સોદાઓમાં કુલ રૂ.૨૮૨૯.૫૬ કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૫ પૈસા ઘટીને રૂ.૧૪૦.૬૫ અને તાંબુ ઓગસ્ટ રૂ.૨.૭૫ ઘટીને રૂ.૪૪૫.૫૫ થયા હતા, જ્યારે સીસું ઓગસ્ટ ૫૫ પૈસા ઘટીને રૂ.૧૫૩.૭ તથા નિકલ ઓગસ્ટ રૂ.૨.૪ વધીને પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૩૪.૩ બંધ રહ્યા હતા. જસત ઓગસ્ટ ૨૦ પૈસા ઘટીને બંધમાં રૂ.૧૮૪.૨ ના ભાવ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૧૭૧૬૧૩ સોદાઓમાં રૂ.૫૩૦૬.૫૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૯૨૩ ખૂલી, ઊપરમાં રૂ.૩૯૬૪ અને નીચામાં રૂ.૩૮૯૪ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧ ઘટીને રૂ.૩૯૧૩ બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૬ વધીને બંધમાં રૂ.૧૫૬.૨ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૯૪૫ સોદાઓમાં કુલ રૂ.૨૨૮.૧૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓગસ્ટ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૭૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૮૨૦ અને નીચામાં રૂ.૨૦૬૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૦ વધીને રૂ.૨૦૬૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૫૫૨.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૯ ઘટીને બંધમાં રૂ.૫૪૮.૫ ના ભાવ હતા, જ્યારે એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૩૪૭૮.૯ ખૂલી, અંતે રૂ.૧૪૩.૪ ઘટીને રૂ.૩૪૪૩ થયો હતો. મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.૧૩૧૮.૯ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૨૬ અને નીચામાં રૂ.૧૩૦૬.૭ રહી, અંતે રૂ.૧૩૨૩.૩ બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૫૧૪૫ સોદાઓમાં કુલ રૂ.૩૮૩૭.૦૭ કરોડ ની કીમતનાં ૧૦૧૦૪.૦૭૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૦૫૬૭ સોદાઓમાં કુલ રૂ.૨૧૮૫.૮૧ કરોડ ની કીમતનાં ૪૯૭.૩૩૧ ટન, એલ્યુમિનિયમમાં ૩૦૬૦ સોદાઓમાં રૂ.૧૨૬.૫૪ કરોડનાં ૮૯૬૮ ટન, તાંબામાં ૪૯૫૬ સોદાઓમાં રૂ.૬૭૨.૪૦ કરોડનાં ૧૫૦૫૫ ટન, સીસામાં ૬૫૪૬ સોદાઓમાં રૂ.૩૧૩.૩૬ કરોડનાં ૨૦૩૪૭ ટન, નિકલમાં ૨૬૩૪૫ સોદાઓમાં રૂ.૧૦૩૩.૭૧ કરોડનાં ૯૦૫૮ ટન, જસતમાં ૧૧૬૬૭ સોદાઓમાં રૂ.૬૮૩.૫૪ કરોડનાં ૩૭૦૭૨ ટન, ક્રૂડ તેલમાં ૧૫૩૯૮૮ સોદાઓમાં રૂ.૪૮૧૨.૦૭ કરોડનાં ૧૨૨૩૦૨૭૦ બેરલ્સ, નેચરલ ગેસમાં ૧૭૬૨૫ સોદાઓમાં રૂ.૪૯૪.૪૯ કરોડનાં ૩૧૪૦૦૦૦૦ એમએમબીટીયૂ, કોટનમાં ૪૪૫ સોદાઓમાં રૂ.૨૮.૮૬ કરોડનાં ૧૪૧૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૪૧૮ સોદાઓમાં રૂ.૧૩૮.૧૭ કરોડનાં ૨૫૦૨૦ ટન, એલચીમાં ૩૩ સોદાઓમાં રૂ.૧.૧૮ કરોડનાં ૩.૬ ટન અને મેન્થા તેલમાં ૧૦૪૯ સોદાઓમાં રૂ.૫૯.૯૨ કરોડનાં ૪૫૪.૩૨ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૩૦૧૦૬.૧૦૯ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૫૯.૫૧૯ ટન, એલ્યુમિનિયમમાં ૧૯૪૮૮ ટન, તાંબામાં ૧૩૩૪૦ ટન, સીસામાં ૧૨૭૯૯ ટન, નિકલમાં ૪૦૬૪ ટન, જસતમાં ૩૨૮૪૭ ટન, ક્રૂડ તેલમાં ૨૨૯૫૦.૨ બેરલ્સ, નેચરલ ગેસમાં ૨૩૦૧૮૭.૫ એમએમબીટીયૂ, કોટનમાં ૨૧૦૦૦૦ ગાંસડી, સીપીઓમાં ૬૨૯૧૦ ટન, એલચીમાં ૨૫ ટન અને મેન્થા તેલમાં ૫૭૨.૪ ટનના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી ઓપ્શન્સમાં કુલ રૂ.૩૨૬.૭૯ કરોડનું ટર્નઓવર (નોશનલ) થયું હતું, જ્યારે પ્રીમિયમ ૪.૬૯ કરોડ નું રહ્યું હતું. ઓપ્શન્સના કુલ વોલ્યુમમાં કોલ ઓપ્શન્સનો હિસ્સો ૪૪.૮૭ ટકાનો અને પુટ ઓપ્શન્સનો હિસ્સો ૫૫.૧૩ ટકાનો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૫૨ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૪.૫ અને નીચામાં રૂ.૫૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૨૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૫૬.૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૩૪ અને નીચામાં રૂ.૫૫૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૩૯ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૯૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૭૯૨.૫ અને નીચામાં રૂ.૪૦૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૪૪.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૧૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૬૦ અને નીચામાં રૂ.૨૨૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૬ બંધ રહ્યો હતો.

તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧.૫ અને નીચામાં રૂ.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૨૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૩૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૦.૪૯ ખૂલી, ઊપરમાં રૂ.૦.૪૯ અને નીચામાં રૂ.૦.૦૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૦.૨૫ બંધ રહ્યો હતો.

જસતનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૧૯૫ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૦.૧ ખૂલી, ઊપરમાં રૂ.૦.૧૨ અને નીચામાં રૂ.૦.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૦.૧૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૧૯૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૫.૮૧ ખૂલી, ઊપરમાં રૂ.૫.૯૧ અને નીચામાં રૂ.૫.૮૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫.૮૬ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૩૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૯.૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૦.૫ અને નીચામાં રૂ.૩૯.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૩.૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૭૭.૧ ખૂલી, ઊપરમાં રૂ.૭૯ અને નીચામાં રૂ.૬૬.૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૭ બંધ રહ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!